Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

રાજપીપળા જૂની સિવિલના આરોગ્ય કેન્દ્રમાં રક્તદાન કેમ્પ યોજાયો:BHO એ રક્તદાન કરી માનવતા દાખવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આયુષ્માન ભવઃ કેમ્પેઇન હેઠળ તા.૨૨.૯.૨૩નાં દિવસે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી,નર્મદાનાં માર્ગદર્શન હેઠળ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહ પોલિકલીનિક રાજપીપળા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાંદોદ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એ. કે.સુમન એ સૌપ્રથમ રક્તદાન કરી માનવતા દાખવી હતી ત્યારબાદ અન્ય કર્મચારીઓ અને અન્ય રક્તદાતા ઓએ રક્તદાન કરતા કુલ ૪૦ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.

નર્મદા જિલ્લામાં સિકલસેલનાં દર્દીઓ અને ગર્ભવતી મહિલાઓને વારંવાર લોહીની જરૂરિયાત જણાય છે ત્યારે જિલ્લામાં જો લોહી ઉપલબ્ધનાં હોય તો ગ્રામ્ય વિસ્તારનાં ગરીબ દર્દીઓને અન્ય શહેરમાં દોડવું પડતું હોય છે પરંતુ નર્મદા જિલ્લામાં આવા બ્લડ કેમ્પ થકી અવાર નવાર લોહી એકત્રિત કરવામાં આવે છે ને દર્દીઓ માટે ફાયદાકારક છે માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી,નર્મદાની સેવાકીય ભાવનાથી આવા કેમ્પ થઈ રહ્યા છે.

   
(10:42 pm IST)