Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા લેવાયેલ પૂર નિયંત્રણના પગલાંઓ

ફલડ રાઉંટીંગથી પૂર નિયંત્રિત કરી નીચેવાસમાં શક્ય તેટલું ઓછું પૂર આવે તેવા પ્રયત્નો કરવામાં આવેલ

ગાંધીનગર ;સરદાર સરોવર બંધથી ફ્લડ રાઉટીંગ કરી પૂર નિયંત્રણનુ કામ પણ થાય છે. આ બંધ બન્યા પહેલા કુદરતી પ્રવાહ આવ્યો હોત તો હેઠવાસમાં ૨૧.૬૨ લાખ ક્યુસેકનુ પૂર આવેલ હોત. વર્ષ ૧૯૭૦ મા આપ્રકાર ની સ્થિતી મા જાન હાની પણ થયેલ. હવે બંધ બની જવાથી અને આગોતરી જાણ કરી આપી શકવાથી પૂર નિયંત્રીત કરી જાન હાની ટાળી શકાયેલ છે.

નર્મદા કંટ્રોલ ઓથોરીટી હેઠળ નર્મદા કેચમેન્ટ વિસ્તારમાં ૪૪ રેઈનગેજ સ્ટેશન મુકવામાં આવેલ છે. આ રેઇનગેજ સ્ટેશન પર નોંધાયેલા વરસાદના આંકડા સરદાર સરોવર નર્મદા નિગમ લીમીટેડને નિયમિત મળે છે.

વરસાદના આંકડા જોતા જણાશે કે તા.૦૪/૦૯/૨૦૨૩ થી તા.૧૪/૦૯/૨૦૨૩ સુધીમાં નહિવત/ ઓછો વરસાદ નોંધાયેલ છે અને તા.૧૫/૦૯/૨૦૨૩ ના રોજ ૪૪ રેઇનગેજ સ્ટેશનમાંથી ફક્ત ૩ રેનગેજ સ્ટેશનમાં ૩ થી ૫ ઈંચ સુધી વરસાદ નોંધાયેલ છે. તા.૧૬/૦૯/૨૦૨૩ ના ૧૭ રેઇનગેજ સ્ટેશનમાં ૩ થી ૧૨ ઈંચ અને તા.૧૭/૦૯/૨૦૨૩ના ૧૯ રેઇનગેજ સ્ટેશનમાં ૩ થી ૧૫ ઇંચ વરસાદ નોંધાયેલ છે. આનાથી સ્પષ્ટ થાય છે કે અતિશય વરસાદ તા. ૧૬/૦૯/૨૦૨૩ અને ૧૭/૦૯/૨૦૨૩ ના રોજ થયેલ છે.

મહત્તમ વરસાદ મહેશ્વર-મંડલેશ્વર વિસ્તારમાં ૨૦ ઈંચ થી વધુ વરસાદ તા.૧૬/૦૯/૨૦૨૩ અને ૧૭/૦૯/૨૦૨૩ માં નોંધાયેલ છે.

વરસાદના આંકડા જોતા જણાશે કે તા.૧૧/૦૯/૨૦૨૩ થી તા. ૧૪/૦૯/૨૦૨૩ ના દિવસોમાં નહીંવત વરસાદ હોઈ અને તા.૧૫/૦૯/૨૦૨૩ ના સામાન્ય વરસાદનો હોઈ સરદાર સરોવર ડેમનું લેવલ નિર્ધારિત લેવલ કરતા ૩.૫ મીટર નીચે હોવાથી આ સજોગોમાં તા.૧૪/૦૯/૨૦૨૩ અને ૧૫/૦૯/૨૦૨૩ માં દરવાજા ખોલવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો ના હતો.

  તા.૦૧/૦૮/૨૦૨૩ થી સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયા સુધી રીવર બેડ પાવર હાઉસ (RBPH) ચાલુ રાખી ૩૩૮૯ MCM પાણી પાવર ઉત્પન્ન કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ જે ડેમથી હેઠવાસમાં નર્મદા નદીમાં વહી ગયેલ. આ કારણે તા.૧૫/૦૯/૨૦૨૩ ના રોજ ૩.૫ મીટર કુશન પ્રાપ્ય રહેલ અન્યથા ડેમ વહેલો ભરાઈ જાત.

સદાર સરોવર નર્મદા નિગમ લિમીટેડ સતત મધ્ય પ્રદેશના ડેમો ની ઓથોરિટી સાથે સંકલનમાં હોય ઉપરવાસના ડેમમાંથી છોડાતા પાણી નાં જથ્થાને તથા ઇન્દિરા સાગર અને સરદાર સરોવર વચ્ચેના ફ્રી કેચમેન્ટમા થતા વરસાદ ને ધ્યાને લઈ સરદાર સરોવરના દરવાજાનું સંચાલન કરવામા આવે છે. તા.૧૫/૦૯/૨૦૨૩ ના રોજ મધ્યપ્રદેશ તથા ઇન્દિરાસાગર બંધ માંથી ૬૪,૦૦૦ કયુસેક પાણી છોડવામાં આવી રહેલ. તા.૧૬/૦૯/૨૦૨૩ ના રોજ ભારે વરસાદના કારણે મધ્યપ્રદેશના ડેમના પાણી છોડવાની માહિતી મળતા તુરત જ નીચેવાસના વિસ્તારોને જરૂરી ચેતવણી આપી સવારે ૧૦:૦૦ કલાકે ૪૫,૦૦૦ કયુસેક પાણી છોડવાનું ચાલુ કરવામાં આવેલ જે ૧૨:૦૦ વાગે ૧ લાખ, બપોરે ૦૨:૦૦ વાગે ૫ લાખ, સાંજે ૦૫:૦૦ વાગે ૮ લાખ અને ક્રમશ: વધારી રાત્રે ૨૧ લાખ કયુસેક પાણીનાં આવરા સામે ૧૮ લાખ કયુસેક પાણી છોડવામાં આવેલ. ડેમના કુશનનો મહત્તમ ઉપયોગ કરી ૨૧.૭૨ લાખ કયુસેક પૂરનાં આવરા સામે ૧૮.૭૨ લાખ કયુસેક પાણી છોડવામાં આવેલ. આ રીતે ફલડ રાઉંટીંગથી પૂર નિયંત્રિત કરી નીચેવાસમાં શક્ય તેટલું ઓછું પૂર આવે તેવા પ્રયત્નો કરવામાં આવેલ છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ નર્મદા નિગમ દ્વારા ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરી તા.૧૫/૦૫/૨૦૨૩ના રોજ સંબંધિતોને મોકલી દેવામાં આવેલ અને સરદાર સરોવર નર્મદા નિગમ લીમીટેડની વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે.

(10:25 pm IST)