Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

તાપીમાં મંત્રી કુંવરજી હળપતિના અસભ્ય વર્તનને લઈ આદિવાસી આગેવાનોમાં રોષ:મંત્રી અધુરી વાતે જ ટેબલ પછાડી ચાલ્યા ગયા

વીડિયો બાબતે ખુલાસો કરવાનું કહેતા મંત્રી દાદાગીરી કરી ટેબલ ઠોકીને જતા રહ્યાઃ લાલસિંહ ગામીત

તાપીમાં મંત્રી કુંવરજી હળપતિએ આદિવાસીઓને ખખડાવ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે તાપી ખાતે આવેલ સિવિલ હોસ્પિટલનાં ખાનગીકરણને લઈ આદિવાસીઓ રજૂઆત કરવા ગયા હતા. સર્કિટ હાઉસ ખાતે મળેલી બેઠકમાં આદિવાસીઓને મંત્રી દ્વારા ખખડાવવામાં આવ્યા હતો. મંત્રીનાં આવા અસભ્ય વર્તનને લઈ આદિવાસી આગેવાનોમાં રોષ વ્યાપી ગયો હતો. ત્યારે મંત્રી અધુરી વાતે જ ટેબલ પછાડી ચાલતી પકડી હતી. આદિવાસીઓની રજૂઆત સાંભળ્યા વગર જ મંત્રી ચાલ્યા ગયા હતા.

  આ બાબતે આદિવાસી સમાજનાં આગેવાન લાલસિંહ ગામિતે જણાવ્યું હતું કે, આજે રાજ્ય કક્ષાનાં આદિજાતિ મંત્રી છે કુંવરજીભાઈ હળપતિ તેમની સાથે જે સરકારી સિવિલ હોસ્પિટલ જવા થઈ રહી છે. જેમાં ખાનગી કરણની જે વાત હતી. એને લઈને તેઓએ જે મળવા માટે સમય આપ્યો હતો. તેને લઈ રાહ જોતા હતા. એ પહેલા તેઓએ ભાજપનાં કાર્યકર્તાઓ સાથે કોઈ જગ્યાએ મીટીંગ કરી એ કાર્યકર્તાઓને તેમણે એવું કીધું કે જે આંદોલન કરે છે. આ સરકારી હોસ્પિટલનાં ખાનગીકરણની વિરૂદ્ધમાં એમને કચડી નાંખવા માટે ભાજપનાં કાર્યકર્તાઓ સક્ષમ છે. એ વાત જ્યારે કુંવરજીભાઈ આવ્યા અમારી સાથે મીટીંગ કરવા માટે એ વાત અમે કરી કે આ વીડિયોનો તમે ખુલાસો કરો. તમે આજે જે તમારા કાર્યકર્તાઓ સાથે જે વાત કરી છે એ શું કહેવા માંગે છે. એટલે એ દાદાગીરી કરીને ટેબલ ઠોકીને ઉઠીને જતાં રહ્યા અને અમારી સાથે વાત કરી નથી.

   
(7:05 pm IST)