Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

વિરમગામ સંજીવની રેસીડેન્સીના ગાર્ડનમાં માટીમાંથી બનાવેલા ઇકોફ્રેન્ડલી ભગવાન ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરાયું

વિરમગામ સંજીવની રેસીડેન્સીના રહીશો દ્વારા માટીમાંથી બનાવવામાં આવેલા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓનું સોસાયટીના ગાર્ડનમાં સામૂહિક આરતી બાદ વિસર્જન કરવામાં આવ્યું હતું. વિરમગામ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ કામિનીબેન હિતેશભાઈ મુનસરા સહિત સંજીવની રેસીડેન્સીના રહીશો ઉપસ્થિત રહ્યા હતાં. વિસર્જનના બીજા દિવસે માટી સાથે પાણી ગાર્ડનના ક્યારામાં વહેવડાવી દેવામાં આવ્યું હતું.

 

(6:40 pm IST)