Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

ખેલ મહાકુંભ 2.0 : મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને 23 સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં યોજાશે ખેલ મહાકુંભ 2.0 "Registration Curtain Raiser” સમારંભ

રાજકોટ તા.૨૨

ખેલ મહાકુંભની સફળતા બાદ રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગતની કચેરી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભ 2.0 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આવતીકાલે તા. 23-9-2023 ના રોજ અમદાવાદ ખાતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ખેલ મહાકુંભ 2.0 "Registration Curtain Raiser” સમારંભ સાંજે 4.30 કલાકે શ્રી શક્તિ ગ્રીન્સ એન્ડ કન્વેન્શન સેન્ટર, વૈષ્ણોદેવી, અમદાવાદ ખાતે યોજાશે. જેમાં રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિ રહેશે તેમ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની યાદીમાં જણાવાયું છે.

(5:15 pm IST)