Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

પાટણમાં રવિવારે ભુપેન્‍દ્રભાઇ પટેલના હસ્‍તે ‘‘નારી'' હોસ્‍પિટલનું ઉદ્‌્‌ઘાટન

અમદાવાદ જગન્નાથજી મંદિરના પૂ. દિલીપદાસજી મહારાજ, શંકરભાઇ ચૌધરી, હર્ષ સંઘવી, રૂષિકેશભાઇ પટેલ, નીતિનભાઇ પટેલ, બળવંતસિંહ રાજપૂત, પરિમલભાઇ નથવાણી સહિતના ઉપસ્‍થિત રહશે

(જયંતીભાઇ ઠકક્કર દ્વારા) પાટણ, તા. ર૧ : નારી હોસ્‍પિટલ તા. ર૪ રવિવારે સવારે ૧૦.૩૦ કલાકે ઉદ્‌્‌ઘાટન રાજયના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના હસ્‍તે જયારે આશિર્વચન આપવા જગન્નાથ મંદિર અમદાવાદના પ.પૂ. મહામંડલેશ્વર મહંતશ્રી દિલીપદાસજી ગુરૂ રામેશ્વરદાસજી આવનાર છે.

અધ્‍યક્ષસ્‍થાન રાજય વિધાસભાના અધ્‍યક્ષ શંકરભાઇ ચૌધરી રાજયના આરોગ્‍યમંત્રી ઋષિકેશભાઇ પટેલ, ના. મુખ્‍યમંત્રી નીતિનભાઇ પટેલ, ગૃહ રાજયમાં હર્ષભાઇ સંઘવી, ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપુત, રાજયસભાના સાંસદ અને રિલાયન્‍સ ગ્રૃપના પરિમલભાઇ નથવાણી ઉપસ્‍થિત રહેશે.

આ પ્રસંગે પૂર્વ મંત્રીઓ, દિલીપભાઇ ઠાકરો, રણછોડભાઇ દેસાઇ, રજનીભાઇ પટેલ, પવૂ અધ્‍યક્ષ નિમાબેન આચાર્ય, સંસદ સભ્‍ય ભરતસિંહ ડાભી, જિ. પં. પ્રમુખ સરોબેન ન.પા. પ્રમુખ હિરલબેન પરમાર, ધારાસભ્‍યો, ઉદ્યોગપતિઓ, સહકારી ક્ષેત્રના મોભીઓ, રાજયના અધિક મુખ્‍ય સચિવશ્રીઓ, સચિવશ્રીઓ સહિત આઇએએસ, આઇપીએસ કક્ષાના સંખ્‍યાબંધ અધિકારીઓ, જિલ્લા-પ્રદેશ ભાજપ કોંગ્રેસના પદાધિકારીઓનો વિશાળ કાફલો હાજરી આપનાર છે.  શુભેચ્‍છકોને આવકારવા ડો. નવીનભાઇ ઠક્કરવારાહી, રાધનપુરવાળા, મેશ્વા હોસ્‍પિટલના ડો. જીતુભાઇ પટેલ, લક્ષ્મી હોસ્‍પિટલના ડો. ભરતભાઇ એન. ઠક્કર અને તેમના પરિવારજન અને સમગ્ર ટીમ ભારે ઉત્‍સુક છે.

આ હોસ્‍પિટલમાંસ્ત્રી રોગ અને પ્રસુતિને લગતી આઇવીએફ  સોનોગ્રાફી, નિયોનેટલ સંભાળ, લેપ્રોસ્‍કપી, ઓબસ્‍ટ્રેટીકસ સહિતની અધતન સેવાઓ ઉપલબ્‍ધ બનશે. પાટણ-ચાણસ્‍મા હાઇવે પર ઇન્‍દ્રપુરી સોસાયટી, ભાજપ કાર્યાલય પાસે વિશાળ કેમ્‍પસમાં દશમાળની હોસ્‍પિટલ પાટણની દશમાળની સૌપ્રથમ હોસ્‍પિટલ જન સેવામાં ઉપલબ્‍ધ બનતાં પંથકની મહિલાઓને ઘરે બેઠા અદ્યતન સારવાર મળી રહેશે.

(4:28 pm IST)