Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

સુરતમાં ડમ્‍પરે સ્‍કુટરને ઉલાળતા મહિલા કોન્‍સ્‍ટેબલનું મોત

સુરત તા.રર : સુરતના ઇચ્‍છાપોર વિસ્‍તારમાં ચાર રસ્‍તા નજીક ડમ્‍પર ચાલકે હડફેટે લેતા સ્‍કુટર પર સવાર મહિલા કોન્‍સ્‍ટેબલ પ્રેમિલાબેનનું મોત નીપજયું છે. ડીસીપી ટ્રાફિક કચેરીએ મીટીંગમાં હાજરી આપવા જઇ રહયા હતા. ત્‍યારે જ કાળમુખા ડમ્‍પરે ટકકર મારતા પ્રેમીલાબેનનું મોત નીપજયુ હતુ. ઇચ્‍છાપોર પોલીસે ઘટના સ્‍થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે, મહિલા કોન્‍સ્‍ટેબલના મોતના પગલે બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે.

(4:14 pm IST)