Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

સુરતના ચકચારી અર્ચનાદેવી હત્‍યા કેસનો આરોપી ૧૫ વર્ષે ઝડપાયો

મોસ્‍ટ વોન્‍ટેડ ૧૫ આરોપીઓને ઝડપી લેવાનાં અભિયાનમાં પોલીસ કમિશનર અજયકુમાર તોમરની રાહબારી હેઠળ વધુ એક સફળતા : એક યુગમાં સાઉથ ગુજરાતમાં ચકચાર જગાવેલ, ઈનામી અપરાધીને પીસીબી ટીમે કેવી રીતે પકડ્‍યો, સુકાની પીઆઇ આર.એસ. સુવેરાં સાથે અકિલાની વાતચીત

રાજકોટ, તા.૨૨: સુરત શહેરના ટોપ મોસ્‍ટ વોન્‍ટેડ ૧૫  જેટલા  વર્ષોથી ફરાર અપરાધીઓને ઝડપવાનું બીડું ઉઠાવી સ્‍થાનિક પોલીસની સાથે વિવિધ બ્રાંચોને પોતાની રાહબરી હેઠળ ઝડપી લેવા તત્‍પર અજય કુમાર તોમર ટીમના પીસીબી પીઆઇ આર.એસ સુવેરાં ટીમને વધુ એક સફળતા મળી છે, પીસીબીની અલગ અલગ ટીમો દ્વારા બાતમીદારોનું નેટવર્ક એક્‍ટિવ કરી ટેકનિકલ સર્વેલન્‍સ કામે લગાડતા ૧૫ વર્ષથી ફરાર જેમના પર ઈનામ જાહેર થયેલ તેવા હત્‍યાના આરોપી હસબ ખાન પઠાણને ઝડપી લેવામાં આવેલ છે. તેમ પીસીબી પીઆઇ આર.એસ. સુવેરાંએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યું છે.

પી.સી.બી.ના એ.એસ.આઈ સહદેવભાઈ વરવાભાઈ તથા અ.હે.કો અશોકભાઈ લુણીનાઓને આ મોસ્‍ટ ૧૫ આરોપીઓ પૈકી સચીન પો.સ્‍ટે. ગુ.ર.નં.૧૫૭/ ૨૦૦૮ ઈ.પી.કો. કલમ ૩૦૭, ૪૫૨, ૩૨૩, ૩૨૪, ૧૧૪ મુજબ તથા સચીન પો.સ્‍ટે. ગુ.ર.નં.૧૫૯ / ૨૦૦૮ ઈ.પી.કો. કલમ- ૨૨૪ મુજબના ગુનામાં વોન્‍ટેડ આરોપી ઉપર રોકડ રૂા.૨૦,૦૦૦નું ઈનામ જાહેર કરવામાં આવેલ. તે આરોપી હાલ રાંદેર, ન્‍યુ રાંદેર રોડ, સુલ્‍તાનીયા જીમખાના ઘર નં.૧૦૮ ખાતે રહે છે જે હકીકત આધારે પી.સી.બી.ના ટીમના માણસોએ ન્‍યુ રાંદેર રોડ, સુલ્‍તાનીયા જીમખાના ઘર નં.૧૦૮માંથી મોસ્‍ટ વોન્‍ટેડ આરોપી હસીબખાન ઉર્ફે સિકંદર એસ/ઓ હબીબખાન પઠાણ ઉ.વ.૪૦ ધંધો આરી ભરતકામ રહે. ઘર નં.૧૦૮, સુલ્‍તાનીયા જીમખાના, ન્‍યુ રાંદેર રોડ, રાંદેર, સુરત શહેર મુળ મિલ્‍કીચાટ ગામ, થાના કૈવટી તા.જી.શેખપુર બિહારવાળાને ઝડપી પાડવામાં પી.સી.બી.ને સફળતા મળેલ છે. જે આરોપીની પુછપરછ કરતા તેણે જણાવેલ કે સને ૨૦૦૮માં પોતે ઉનગામ, ગુલનાઝનગર ખાતે પરીવાર સાથે રહેતો હોય દરમ્‍યાન ઉનગામ, તળાવ ફળીયા, ગુલનાઝનગર ખાતે અર્ચનાદેવી વિધ્‍યાનંદ ઠાકોર નાઓ સાથે જમીન બાબતે ઝગડો થયેલ  જે ઝગડામા તેણે તથા તેના સગાભાઈ રકીબખાન ઉર્ફે રાજા તથા સાદીક યાકુબ શેખ તથા સલીમ અંસારી નાઓએ ભેગા મળી અર્ચનાદેવી વિધ્‍યાનંદ ઠાકોર નાઓને તલવાર તથા લાકડાના ફટકા મારી ગંભીર ઈજા પહોંચાડેલ હોય જે ગુનામાં જે તે દિવસે પોલીસે તેની તથા તેના ભાઈ રકીબખાન ઉર્ફે રાજા નાઓની ધરપકડ કરી તેઓના રિમાન્‍ડ મેળવેલ હોય અને પોલીસ પી.એસ.ઓ. ટેબલ પાસે હથકડી બાંધી તેની પુછપરછ કરતી હતી. દરમ્‍યાન હાથમાંથી માની હથકડી હાથ સરકાવી પોતે ત્‍યાંથી ભાગી ગયેલ હોવાથી હકીકત જણાવેલ. તેમ સુરત પીસીબી પીઆઈ અને ટીમના સુકાની આર.એસ. સુવેરાએ જણાવ્‍યું હતું.

(4:08 pm IST)