Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

સુરત એરપોર્ટ લેન્‍ડીંગ વખતે ૯ સીટર

પ્‍લેનનું ટાયર ફાટયુ : પાયલોટની સુઝબુઝથી સેફ લેન્‍ડીંગ : તમામ ૬ મુસાફરો હેમખેમ

સુરત, તા. ૨૨ : સુરત એરપોર્ટ પર લેન્‍ડીંગ કરતાં સમયે ૯ સીટર વિમાનનું ટાયર ફાટયુ હતું, વિમાનમાં સવાર ૬ યાત્રીના જીવ તાળવે ચોટયા હતા, ટાયર ફાટવાને કારણે રન-વે ૨ કલાક બંધ કરાયો હતો, ઈન્‍ડિગોની દિલ્‍હી - સુરત ફલાઈટને અમદાવાદ ડાયવર્ટ કરાઈ હતી, એર એશિયાની દિલ્‍હીની ફલાઈટે આકાશમાં ૫ ચક્કર માર્યા બાદ લેન્‍ડીંગ કર્યુ હતું. એરક્રાફટ સુરત એરપોર્ટ પર લેન્‍ડીંગ કરી રહ્યુ હતું, ત્‍યારે ટાયર બર્સ્‍ટ થયું હતું. જો કે કેપ્‍ટને સુરક્ષાપૂર્વક લેન્‍ડીંગ કરાવી દીધું હતું.

 

(11:48 am IST)