Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

રાજનીતિમાં મહિલાઓનું પ્રભુત્‍વ વધશે, એના કૌશલ્‍યનો લાભ મળશેઃ ડો. દીપિકા સરડવા

મહિલા અનામતને આવકારતા ભાજપના આગેવાનો

ગાંધીનગર પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે ગોરધનભાઇ ઝડફિયા અને ડો. દીપિકા સરડવાએ પત્રકાર પરિષદ સંબોધેલ તે પ્રસંગની તસ્‍વીર.

રાજકોટ તા. રરઃ પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદમાં પ્રદેશ ઉપાધ્‍યક્ષ શ્રી ગોરધનભાઇ ઝડફીયાએ જણાવ્‍યું કે, ભારતીય જનતા પાર્ટી જનસંઘથી મહિલાઓ માટે પ્રારંભથી જ ચિંતિત હતી. વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી જયારે સંગઠનના મહામંત્રી હતા તે સમયે શરૂઆતથી ર/૩ બહુમતી સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓમાં લાગુ કરાવી હતી. વડોદરા ખાતે ૧૯૯૪માં મળેલ ભારતીય જનતા પાર્ટીની રાષ્‍ટ્રીય કાર્યકારણી યોજાઇ હતી જેમાં ભાજપની પ્રતિબદ્ધતા જાહેર કરવામાં આવી હતી.

મહિલા અનામત બિલ ભારે બહુમતી સાથે પસાર થયું છે. આજે બિલ રાજયસભામાં પસાર થયા પછી કાયદો બનશે. આજે દેશના લોકતંત્રના ઇતિહાસમાં પહેલી વખત નવા સંસદના સત્રમાં થયેલ નિર્ણય દેશની આવતીકાલનો નિર્ણય છે.

મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ ડો. દિપીકાબેન સરડવાએ જણાવ્‍યું કે, નવા સંસદ ભવનના પ્રથમ સત્રમાં જ ઐતિહાસીક નારી શકિત વંદન અધિનિયમ અંતર્ગત ૩૩ ટકા અનામતનું બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્‍યું. ગઇકાલે બિલ સંસદમાં પસાર થયું જેથી ગઇકાલનો દિવસ મહિલાઓ માટે ઐતિહાસીક બન્‍યો છે. આ બિલ પાસ થવાથી મહિલાઓનું પ્રભુત્‍વ રાજનીતીમાં વધશે તેમજ રાજનીતીના માધ્‍યમથી સામાજીક ક્ષેત્રે અને જાહેર જીવનમાં મહિલાઓની સ્‍કીલનો લાભ મળશે. મહિલા અનામત બિલ ઐતિહાસીક અને ક્રાંતિકારી સાબીત થશે. વડાપ્રધાનથી નરેન્‍દ્રભાઇ મોદીએ હર હંમેશ મહિલા સશકિતકરણ પર ભાર મુકયો છે. પ્રેસ કોન્‍ફરન્‍સમાં પ્રદેશ મહિલા મોરચાના મહામંત્રીશ્રી સિમાબેન મોહિલે, પ્રદેશ મહિલા મોરચાના ઉપપ્રમુખશ્રી અરૂણાબેન ચૌધરી, પ્રદેશના મીડિયા કન્‍વીનરશ્રી ડો. યજ્ઞેશ દવે, પ્રદેશના સહપ્રવકતાશ્રી ડો. શ્રદ્ધાબેન રાજપુત ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:44 am IST)