Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

ગુજરાતની ૧૫ જેલોમાં ૨૫૫ વિદેશી નાગરિકો કેદ

રાજયોની જેલોમાં વિદેશી નાગરિકોની સંખ્‍યામાં વધારોᅠ

અમદાવાદ તા. ૨૨ : રાજયમાંᅠડ્રગ્‍સ નેટવર્કનેᅠઉખાડીને ફેંકવા માટે પોલીસ અને કોસ્‍ટલ વિભાગ પણ પ્રયત્‍નો કરી રહ્યું છે. કરોડો રૂપિયાના ડ્રગ્‍સ પકડવાની સાથે અનેક આરોપીઓને જેલ ભેગા કરવામાં આવ્‍યા છે. તેમાં વિદેશી નાગરિકો પણ સામેલ છે. રાજયની જેલોમાં વિદેશી કેદીઓનીᅠસંખ્‍યા સતત વધી રહી છે. હાલના સમયમાં રાજયની જેલોમાં કુલ ૨૫૫ વિદેશી કેદી છે જેમાં સૌથી વધુ સંખ્‍યા પાકિસ્‍તાનીઓની છે.

રાજય પોલીસ વિભાગના જણાવ્‍યા મુજબ, છેલ્લા કેટલાક સમયથી ભારતમાં વિદેશી નાગરિકોના ગુનામાં સંડોવણીના અનેક કિસ્‍સા સામે આવ્‍યા છે. ખાસ કરીનેᅠડ્રગ્‍સ નેટવર્ક, સાઇબર ક્રાઇમ, માનવ તસ્‍કરી જેવા ગુનામાં વિદેશી પકડવામાં આવ્‍યા છે. આ ઉપરાંત દરિયામાં સરહદ ઓળંગવાના આરોપમાં પાકિસ્‍તાની પણ પકડાયા છે. હાલમાં રાજયની ૩૨ માંથી ૧૫ જેલોમાં કુલ ૨૫૫ વિદેશી કેદી છે. તેમાં પાકિસ્‍તાનના ૧૩૬ ઇરાનના ૩૫ અને બાંગ્‍લાદેશના ૩૦ આઇઓપી સામેલ છે.પાકિસ્‍તાની કેદીઓમાં ડ્રગ્‍સ નેટવર્ક સાથે જોડાયેલા અને સમુદ્રમાં સરહદ ઓળંગવાના આરોપી છે. બીજી બાજુ ઈરાન કેદી ડ્રગ્‍સ નેટવર્ક મામલે પકડાયા છે.જયારેᅠબાંગ્‍લાદેશીઓમાંᅠમાનવ તસ્‍કરી, ભારતમાં ગેરકાયદેસર રીતે રહેવા અને ભારતીય નાગરિકનીᅠઓળખના બનાવટી દસ્‍તાવેજ બનાવવાᅠમામલે આરોપી સામેલ છે.

(11:43 am IST)