Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

રાજપીપળામાં જૈન સમાજ દ્વારા મહાવીર જન્મ પારણાંનો વરઘોડો નિકળ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા જૈન સમાજ દ્વારા પર્યુષણ પર્વ નિમિત્તે દરરોજ અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે જેમાં ગુરુવારને તારીખ ૨૧.૯.૨૦૨૩ નાં છઠ નિમિત્તે મહાવીર સ્વામીના જન્મના પારણાંનો રાજપીપળા જૈન દેરાસર ખાતેથી વાજતે ગાજતે વરઘોડો નીકળ્યો હતો જેમાં જૈન સમાજના અગ્રણીઓ જોડાયા હતા મહાવીર જન્મ પારણાંનો લાભ બક્ષી ખડકી પરિવારના અતુલભાઈ,અમૃતલાલ ગંગરનાં પરિવારે મેળવી વાજતે ગાજતે વરઘોડો શહેરના મુખ્ય માર્ગ પર ફેરવ્યો હતો.પર્યુષણ પૂર્ણ થતા આજે છઠનો વરઘોડો વાજતે વાજતે રાજપીપળા શહેરમાં કાઢવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં જૈન આગેવાન ભાઈઓ અને બહેનો એ ભાગ લીધો હતો.

 

(10:19 pm IST)