Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

પોઇચા નીલકંઠ ધામ દ્વારા નર્મદા પૂર અસરગ્રસ્તોને વિવિધ કિટનું વિતરણ કરવામાં આવ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના પોઇચા ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ  સંસ્થાન શાખા નીલકંઠ ધામ પોઇચા દ્વારા આફતના સમયે મદદ કરવી તે સાચી માનવતા છે તે હેતુથી પુર અસરગ્રસ્ત લોકોને એક સેવા ભાવનાથી સીધા અને જરૂરી સામાનની કીટ કપડાં તથા પાથરણા ગાદલા નું વિતરણ કરવામાં આવ્યું હતું.

   નાંદોદ તાલુકાના ગુવાર ,માંગરોળ , તરસાડ, સિસોદ્રા ,વાસણા તિલકવાડા તાલુકાના રીંગણ, તિલકવાડા  ગરૂડેશ્વર તાલુકાના કેવડિયા ગભાણા વગેરે ગામમાં આશરે ૧૩૦૦ જેટલા અનાજ અને સામાન સાથેની કિટ તથા ઓઢવા માટે ગાદલાં ગોદડા પહેરવા માટે કપડાં વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું.તારીખ ૧૭, ૧૮, ૧૯ અને ૨૦ સપ્ટેમ્બર સુધી ચાર દિવસ સુધી નીલકંઠ ધામના સ્વામીઓના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.અને સાથે તૈયાર ભોજન પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

 

(10:17 pm IST)