Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

નાંદોદ નાં પ્રતાપનગર ગામમાં ચંદ્રયાનની થીમ પર સ્થાપના કરેલા ગણપતિ એ આકર્ષણ જમાવ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પ્રતાપનગર ગામે પટેલ ફળિયામાં અનોખી રીતે ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી, ચંદ્રયાનની થીમ ઉપર આધારિત ગણપતિજીની પ્રતિમાએ ભક્તોમાં આકર્ષણ જણાવ્યું છે.

તાજેતરમાં ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા ચંદ્ર ઉપર ચંદ્રયાન છોડવામાં આવ્યું હતું. તેના ઉપરથી પ્રેરણા લઈને નાંદોદ તાલુકાના પ્રતાપનગર ગામે પટેલ ફળિયામાં મનીષ ભાઈ પટેલ, અજયભાઈ પટેલ ભાસ્કરભાઈ પટેલ અને અન્ય યુવાનો તથા મહાનુભાવો દ્વારા ચંદ્રયાન ઉપર આધારિત ગણપતિજીની પ્રતિમા ની સ્થાપના કરવામાં આવી છે જે હાલમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.‌આ પ્રતિમાના દર્શન કરવા માટે લોકો ઉમટી પડે છે.

 

(10:16 pm IST)