Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

કરાંઠા ગામના ખેતરમાં જુગાર પર રાજપીપળા પોલીસની રેડ : મુદ્દામાલ સાથે 6 જુગારીઓ ને દબોચ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કરાંઠા ગામમાં ખેતરમાં ચાલતા જુગાર પર પોલીસે છાપો મારી મુદ્દામાલ સાથે જુગારીને ઝડપી પાડ્યા હતા

   મળતી માહિતી અનુસાર રાજપીપળા પોલીસને મળેલી બાતમીના આધારે અને ટાઉન પીઆઈ આર.જી.ચૌધરી ની સૂચના મુજબ રાજપીપળા પોલીસે કરાંઠા ગામના નિતીનભાઈ ભઈલાલભાઈના ખેતરમા ચાલતા જુગાર પર છાપો મારતા ત્યાં પોતાના આર્થિક ફાયદા સારૂ હાર-જીતનો જુગાર રમતા જુગારીમાં (૧) નિતીનકુમાર ભઈલાલભાઈ પટેલ(રહે.કરાઠા અંબેમાતા ફળીયુ તા.નાંદોદ જી.નર્મદા) (૨) લાલુભાઈ અરવિંદભાઈ વસાવા( રહે.નાના લીમટવાડા નવીનગરી તા.નાંદોદ જી.નર્મદા) (૩) દિપેનકુમાર વિનોદભાઈ વસાવા( રહે.વડીયા ચોથુ ફળીયુ તા.નાંદોદ જી.નર્મદા )અને (૪) અભયકુમાર વિનોદભાઈ વસાવા(રહે.વડીયા ચોથુ ફળીયુ તા-નાંદોદ જી-નર્મદા )નાઓને રેડ દરમિયાન ઝડપી પાડયા હતા તેમની અંગ ઝડતીમાંથી રોકડા રૂ.૭,૦૬૦ તથા દાવ ઉપરના રૂ.૫,૧૨૦ મળી કુલ રોકડ રૂપિયા ૧૨,૧૮૦ મળી કુલ કિં.રૂ.૧૨,૧૮૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો જ્યારે રેડ દરમિયાન  (૧) મહેન્દ્રભાઈ ઉર્ફે મિતેશ વિનોદભાઈ વસાવા( રહે.વૃંદાવન સોસાયટી વડીયા તા.નાંદોદ જી. નર્મદા) તથા (૨) ગણેશભાઈ નિરવભાઈ વસાવા (રહે.નાના લીમટવાડા,સ્ટેશન ફળીયુ તા.નાંદોદ જી.નર્મદા )નાઓ નાશી જતા બંને ને વોન્ટેડ જાહેર કરી તમામ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.

 

(10:14 pm IST)