Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

જાણીતા ક્રિકેટર વિશાલ પાઠકને ઘરે માટીના શ્રી ગણેશજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમા ની સ્થાપના કરાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ભાદરવા સુદ ચોથથી સમગ્ર વિશ્વમાં ભગવાન શ્રી ગણેશજી ની 10 દિવસ માટે સ્થાપના કરવામાં આવે છે.મોટા મોટા પંડાલો માં મોટી મોટી મૂર્તિઓ લાવવાની હોડ ચાલી રહી છે.આ પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓથી પર્યાવરણને પણ નુક્સાન થઈ રહ્યું છે.ત્યારે પર્યાવરણને નુક્શાન ન પહોંચે તે માટે સરકાર પણ માટીની મૂર્તિની સ્થાપના કરવાની જાહેરાત દર વર્ષે કરતી હોય છે.તે જ કોન્સેપ્ટ પર નર્મદા જિલ્લાના જાણીતા ક્રિકેટર વિશાલ પાઠક પણ અનુસરી રહ્યા છે. છેલ્લા 3 વર્ષથી તેઓ પોતાના ઘરે માટીની મૂર્તિની ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરે છે.આ 4થા વર્ષે પણ ભગવાન શ્રી ગણેશજીની માટીની પ્રતિમા ની સ્થાપના વિશાલ પાઠકના ઘરે કરવામાં આવી છે.માટીની પ્રતિમાની સ્થાપના કરવાથી પર્યાવરણને નુક્સાન થતું અટકે છે અને આ પ્રતિમાનું જ્યારે વિસર્જન કરવામાં આવે છે ત્યારે તે લગભગ બે જ દિવસમાં ઓગળી જતી હોય છે જેથી નદીમાં રેહતા જળચર પ્રાણીઓને પણ કોઈપણ પ્રકારનું નુકશાન થતું નથી.વિશાલ પાઠક દર વર્ષે માટીની ઇકો ફ્રેન્ડલી શ્રી ગણેશજીની પ્રતિમા મૂકીને લોકોને સંદેશો પણ આપી રહ્યા છે કે પર્યાવરણને થતું નુકશાન આપણે આવી રીતે પણ અટકાવી શકીએ છે.

 

(10:12 pm IST)