Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

ABVP કાર્યકરોએ સાગબરા તાલુકા પંચાયત પ્રમુખની શુભેચ્છા મુલાકાત લીધી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં તાજેતર માં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નાં પ્રમુખ ઉપપ્રમુખની ચટણી થઈ હતી જેમાં વિજેતા ઉમેદવારોને સૌએ અભિનંદન આપ્યા હતા અને હજુ પણ પંચાયતમાં પદ સંભાળનાર હોદ્દેદારોને તેમના સમર્થકો શુભકામના આપી રહ્યા છે ત્યારે હાલમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાએ સાગબારાના નવનિયુક્ત તાલુકા પંચાયત પ્રમુખ ચંપાબેન સુભાષભાઇ વસાવાની શુભેચ્છા મુલાકાત લઈ તેમના કાર્યકાળમાં સરકારી યોજનાઓ અને વિકાસ કાર્યોનો લાભ સાગબારાના છેવાડાના લોકો સુધી પહોંચે એવી આશા અને અપેક્ષા સાથે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.આ તકે નગરમંત્રી , કાર્યાલય મંત્રી અને નગર અધ્યક્ષ અમિત ગીરી ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા.

 

(10:09 pm IST)