Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

અમદાવાદમાં એલજી હોસ્પિટલમાં ચાર દિવસના નવજાત બાળકને ત્યજીને માતા ફરાર

પોલીસે આસપાસમાં વિસ્તારમાં મહિલાને શોધવા અને CCTVની મદદથી તેને ટ્રેસ કરવા તજવીજ હાથ ધરી

અમદાવાદ : શહેરની એલજી હોસ્પિટલમાં નવજાત બાળકને ત્યજીને માતા ફરાર થઈ ગઈ હોવાની ઘટના સામે આવી છે..આ મામલે હોસ્પિટલના સ્ટાફે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ 16મી સપ્ટેમ્બરે ખુરસીદાબેન રંગરેજ નામની મહિલા દાખલ થઈ હતી, જે દરમિયાન મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો અને 20 મી સપ્ટેમ્બરે સાંજના સમયે 4 દિવસના બાળકને હોસ્પિટલમાં જ મૂકી મહિલા ફરાર થઈ ગઈ હતી.

હોસ્પિટલ સ્ટાફ દ્વારા આસપાસમાં મહિલાની શોધખોળ કરતા મહિલા ન મળી આવી, અંતે હોસ્પિટલ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી.મહિલાના હોસ્પિટલમાંથી બહાર નીકળતા CCTV પણ સામે આવ્યા હતા, જે બાદ પોલીસે મહિલાની શોધખોળ હાથ ધરી છે.મહિલાએ હોસ્પિટલના રેકોર્ડમાં પોતાનું સરનામું રામોલ જનતાનગર હોવાની જણાવતા પોલીસે ત્યાં પણ તપાસ કરી હતી. જોકે મહિલા ભિક્ષુક હોવાથી ત્યાં મળી આવી ન હતી.અંતે પોલીસે આસપાસમાં વિસ્તારમાં મહિલાને શોધવા અને CCTVની મદદથી તેને ટ્રેસ કરવા તજવીજ હાથ ધરી છે.

(11:59 pm IST)