Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

ઉપરવાસમાં વરસાદ ધીમો પડતા કરજણ ડેમના 02 ગેટ ખુલ્લા : 2,541 ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કરજણ ડેમમાં ઉપરવાસ માંથી વરસાદના કારણે 21 સપ્ટેમ્બર એ પાણીની આવક અચાનક વધતા ડેમનું રુલ લેવલ જાળવવા સવારથી ચાર ગેટ ખુલ્લા કરાયા હતા જેમાં તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું હોય જેમાં રાત સુધી 26,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું,જ્યારે આજે બીજા દિવસે ઉપરવાસમાં વરસાદ ધીમો થતા સાંજે 6 કલાકે  ડેમની સપાટી 113.90 મીટર નોંધાઈ છે પાણીની આવક 5,981 ક્યુસેક અને જાવક 2,541 ક્યુસેક જોવા મળી હતી. જ્યારે રુલ લેવલ 113.90 રહ્યું હતું.જોકે ગઈકાલે તબક્કાવાર 50 હજાર ક્યુસેક પાણી છોડવાની શક્યતાઓ અને 6 ગામોને એલર્ટ પણ કરાયા હતા પરંતુ ઉપરવાસમાં વરસાદ ઘટતા આજે કરજણ ડેમના ફક્ત 2 ગેટ માંથી 2,541 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.

(10:13 pm IST)