Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

સુરતના મજુરાના તલાટી લાંચ લેતા ઝડપાયા : મળતીયા હિરેન પટેલની પણ સંડોવણી

તલાટીએ પેઢીનામું કરવા પેટે રૂપિયા 30 હજારની લાંચની માંગણી કરી હતી

સુરતના મજુરાના તલાટીની લાંચ લેવાના આરોપસર ઘરપકડ કરવામાં આવી હતી. મજુરાના તલાટીને અને મળતીયો લાંચ લેતા ઝડપવામાં આવ્યો હતો. લાંચ લેતા રંગેહાથ ઝડપાયેલા આ તલાટીનું નામ છે સાગર ભેંસણીયા. સાથે જ આમાં મળતીયા હિરેન પટેલની પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું.

 જાણવા મળ્યા મુજબ આ તલાટીએ પેઢીનામું કરવા પેટે રૂપિયા 30 હજારની લાંચની માંગણી કરી હતી. રંગે હાથ પકડાતા આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લાંચ લેવાની ફરિયાદ એક મહિલા અરજદારે કરી હતી

(9:05 pm IST)