Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

દાહોદના દુધામલી ગામમાં ઘરમાં દીપડો ઘુસ્યો : લોકોમાં ફફડાટ ફેલાયો

ગ્રામજનોએ વનવિભાગને જાણ કરતા વિભાગ સાંજના સમયે દીપડાનું રેસ્ક્યુ કરવાના

દાહોદ જિલ્લાના અમુક ગામોમાં દીપડાનો  ત્રાસ અને ભય જોવા મળી રહ્યો છે. દીપડાના હુમલાના સમાચાર વારંવાર આવતા હોય છે. આવી જ એક ઘટના દાહોદના દુધામલી ગામમાં ઘટી. આજે દુધામલી ગામના એકમાં ઘરમાં દીપડો ઘૂસ્યો હતો. જેના કારણે ઘર અને આજુબાજુ રહેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો. દુધામલી ગામના એક ઘરમાં દીપડો આવી જતા લોકોમાં ભય જોવા મળ્યો હતો. આ બાબતે ગ્રામજનોએ વનવિભાગને જાણ કરી હતી. મળેલી માહિતી અનુસાર વન વિભાગ સાંજના સમયે દીપડાનું રેસ્ક્યુ કરવાના હતા.

આ પહેલા લીમખેડા તાલુકાના ટીંબા ગામમાં પણ ગોજારી ઘટના બની હતી. ગામમાં ઘર અંદર દીપડો ઘુસી ગયો હતો અને એક દંપતીના 3 માસના એક બાળક ઉપાડી ગયો હતો. બાદમાં દીપડાએ નાની બાળકીને ફાડી ખાતા ચકચાર મચી હયો હતો. દીપડાના આતંકના પગલે ગ્રામજનોમાં ફફડાટ હજુ ફેલાયો છે. રાત્રે સૂવાના સમયે બાળકીને ઉપાડી ગયો હતો. જંગલમાં બાળકીને લઇ ગયો હતો. માસૂમ બાળકનું મોત થતા પરિવારજનોમાં આક્રંદ છવાયો છે. આ ઘટનાને હજુ થોડા દિવસ જ થયા છે અને એન્ય એક ગામમાં દીપડો ઘરમાં ઘુસી જતા ગ્રામજનો ચિંતામાં છે.

(8:41 pm IST)