Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

વિરમગામ સહિત અમદાવાદ જીલ્લામાં ઘનિષ્ટ એક્ટિવ ટીબી કેસ ફાઇન્ડીંગ કામગીરી હાથ ધરાઇ

અમદાવાદ જીલ્લામાં ૩૮૩૯૧ લોકોની તપાસ કરીને ૨૨૯૪ ટીબીના શંકાસ્પદ દર્દીઓ શોધવામાં આવ્યા અને જે પૈકી ગળફાની તેમજ એક્સરે દ્વારા ૧૭ નવા ટીબી દર્દીઓ શોધવામાં આવ્યા

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ :ભારત સરકાર દ્વારા ભારત દેશને ૨૦૨૫ સુધીમાં ટીબી રોગ નિર્મુલન કરવા માટે આહવાન કરેલ છે તેમજ ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨ સુધીમાં ટીબી રોગનું નિર્મુલન કરવાનું નિયત કરેલ છે આ હેતુને સિદ્ધ કરવા સંયુક્ત નિયામક (ટીબી) ગાંધીનગર ડૉ.સતીષ મકવાણાએ આપેલ સુચના અનુસાર ટીબીના તમામ કેશોને વહેલા સર શોધી તેમને સારવાર પર મૂકી સંક્રમણની કડી તોડવામાં આવે તો ટીબીનો લક્ષાંક સિદ્ધ થઇ શકે. અમદાવાદ જીલ્લામાં ટીબી નોટીફીકેશનની કામગીરી ને વેગ લાવવા સારૂ અમદાવાદ જીલ્લાના તમામ તાલુકામાં તારીખ ૧૬-૦૯-૨૦૨૧ થી ૩૧-૧૦-૨૦૨૧ દરમ્યાન એક્ટીવ ટીબી કેસ ફાઈન્ડીંગ કામગીરી કરવામાં આવી રહી છે.

 એક્ટીવ ટીબી કેસ ફાઈન્ડીંગ કામગીરીનું માઈક્રોપ્લાનીગ કરવામાં આવ્યું જે અંતર્ગત ૨૦૧૯ પછી ના ટીબીના દર્દીની ગૃહ મુલાકાત લઇને દર્દીના આસપાસના ૧૦ ઘરોમાં તેમજ કોવીડ-૧૯,  ડાયાબીટીક, એચ.આઈ.વી.ના દર્દીઓ હાઈરીસ્ક વસ્તી ગુણવતા સભર સર્વેની કામગીરી દ્વારા શંકાસ્પદ ટીબીના દર્દીઓ શોધી કાઢવા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. વિરમગામ તાલુકામાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, એસટીએસ પ્રકાશ પટેલ, તાલુકા સુપરવાઇઝર નીલકંઠ વાસુકિયા, મેડીકલ ઓફિસરો, સુપરવાઇઝરો દ્વારા કામગીરીનું મોનીટરીંગ કરવામાં આવી રહ્યુ છે. આ ઉપરાંત તારીખ ૨૨-૦૯-૨૦૨૧ ના રોજ સાણંદ નગર પાલીકા વિસ્તારમાં ટીબી કેસ ફાઈન્ડીંગ કામગીરી હાથ ધરવામાં આવેલ હતી. આ સર્વેમાં જીલ્લા ક્ષય અધિકારી ડૉ.કાર્તિક શાહ, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.સંધ્યાબેન રાઠોડ તેમજ આરોગ્ય વિભાગના તમામ કર્મચારી હાજર રહ્યા હતા. અમદાવાદ જીલ્લામાં કુલ ૩૮૩૯૧ લોકોની તપાસ કરીને ૨૨૯૪ ટીબીના શંકાસ્પદ દર્દીઓ શોધવામાં આવ્યા અને જે પૈકી ગળફાની તેમજ એક્સરે દ્વારા ૧૭ નવા ટીબી દર્દીઓ શોધવામાં આવ્યા હતા તેમ જીલ્લા ક્ષય અધિકારીએ જણાવ્યુ હતુ

(6:23 pm IST)