Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

વડોદરામાં જેલમાંથી છૂટીને આવ્યા બાદ આરોપીએ ફરિયાદ કરનાર વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ

વડોદરા: એ.પી.એમ.સી.ની ચૂંટણીમાં જીતેલા ઉમેદવારોની નીકળેલી આભાર યાત્રા દરમિયાન વેપારીઓની સામે  બાઇક લઇને ઉભા રહી અગાઉ નોંધાવેલી ફરિયાદની અદાવત રાખી ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપનાર માથાભારે શખ્સ સામે સિટિ પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, હાથીખાના અનાજબજારમાં ચાર મહિના પહેલા માથાભારે શખ્સ હસન દ્વારા વેપારીની દુકાનમાં જઇને લૂંટ કરવામાં આવી હતી.ત્યારબાદ પોલીસે હસનની ધરપકડ કરી હતી.તાજેતરમાં જ જેલમાંથી તે છૂટયો હતો.પરંતુ,તેના મગજમાં અગાઉ થયેલી ફરિયાદનો રોષ હતો.ગત તા.૧૮ મી એ અનાજ બજારના વેપારીઓની ચૂંટણીમાં વિજય થયેલા ઉમેદવારો બજારના વેપારીઓનો આભાર વ્યક્ત કરવા માટે નીકળ્યા હતા.બપોરે ત્રણ વાગ્યે વેપારીઓ દુકાન નં.૨૫  પાસેથી પસાર થતા હતા.તે દરમિયાન હસન ઉર્ફે ઝાંઝર કાદરમીંયા સુન્ની (રહે.હાથીખાના,ઇન્દિરાનગર) બાઇક લઇને આવ્યો હતો.અને વેપારીઓની સામે બાઇક લઇને ઉભો રહી ગયો હતો.તમે મારા વિરૃદ્ધ ફરિયાદ કરીને ખોટુ કર્યુ છે.હું તમને છોડુ નહી જાનથી મારી નાંખીશ.તેમ કહી ગાળો આપી જતો રહ્યો હતો.જે અંગે વેપારીની ફરિયાદના આધારે સિટિ પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.જ્યારે આરોપી જે બાઇક લઇને ધમકી આપવા ગયો હતો.તે બાઇક હજી કબજે કરવાની બાકી છે.

(5:59 pm IST)