Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

ખેડા જિલ્લામાં બે અલગ અલગ સ્થળો પર સર્જાતેલ ગમખ્વાર અકસ્માતમાં એક મહિલાનું મોત:2 ગંભીર

રીતે ઈજાગ્રસ્ત નડિયાદ : ખેડા જિલ્લામાં બે અલગ અલગ સ્થળો પર અકસ્માતો સર્જાયા હતા.ખેડા નેશનલ હાઇવે નં-૮ ગેબનશાહ દરગાહ સામે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જ્યારે કપડવંજ તાલુકાના ચપટીયા ગામની સિમમાં આવેલ એક હોટલ પાસે અકસ્માત સર્જાયો હતો.બંને અકસ્માતોના બનાવોમાં એક મહિલાનુ મૃત્યુ નિપજયુ હતુ જ્યારે ૨ વ્યક્તિઓને શરીરે ઇજાઓ પહોચી હતી.

ખેડા તાલુકાના નેશનલ હાઇવે નં-૮ પર આવેલ ગેબનશાહ દરગાહ સામે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક આઇશરના ચાલકે તેની આઇશર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી ગાડીને સામેથી અડફેટ મારી હતી.જેમાં માધવીબેનને માથામાં તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોચતા તેમનુ મૃત્યુ નિપજયુ હતુ.

 જ્યારે ઇકો ગાડીના ડ્રાઇવરને શરીરે ઇજાઓ પહોચી હતી.જ્યારે ગાડીના ડ્રાઇવર રાકેશભાઇ પ્રતાપભાઇ સરગરાને શરીરે ઇજાઓ  થઇ હતી.આ બનાવ અંગે  નિલેશભાઇ દામોદર ભટ્ટે ખેડા પોલીસ મથકે આઇશરના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.આ અંગે મળતી વિગતો અનુસાર મૃત્યુ પામનાર માધવીબેન ખેડા સબ ટ્રેઝરી અધિકાર તરીકે ફરજ બજાવતા હતા.

(5:55 pm IST)