Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

સુશાસન માટે વહીવટી ઝડપ વધારોઃસાંસદો અને ધારાસભ્યોના પ્રશ્નોને પ્રાધાન્ય

કેબીનેટ બેઠક વખતે દરેક જિલ્લા વહીવટી તંત્રને સૂચના

રાજકોટ તા.રરઃ રાજયના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના મંત્રી મંડળની ખાતા ફાળવણી બાબત આજે પ્રથમ કેબીનેટ બેઠક મળેલ જેમાં ઓનલાઇન જોડાયેલ કલેટકરો, ડી.ડી.ઓને સરકાર સુશાસન માટે વહીવટ પ્રક્રિયા વધુ ઝડપી બનાવવા સૂચના આપી .છે.

રાજયના સંસદ સભ્યો અને ધારાસભ્યો દ્વારા લોકપ્રશ્નોની સરકારમાં તથા જિલ્લા કક્ષાએ રજૂઆતો થતી હોય છે. આવા પ્રશ્નોને અગ્રતા આપી ઉકેલ લાવવા સુચના અપાયેલ છે. ચૂંટણીને હવે માંડ એક વર્ષ બાકી રહેતા સરકારે લોકપ્રશ્નોના નિકાલ પર વધુ ભાર મૂકયો છે.

દરેક સચિવોને તેમના વિભાગના મંત્રીઓ સાથે બેઠક યોજી વિભાગની કામગીરીથી અનેક વહીવટી પ્રક્રિયાથી વાકેફ કરવા સુચના આપવાનો આપવામાં આવી છે.

(4:02 pm IST)