Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

અદ્દભુત જેલ પુસ્તક એડી.ચીફ સેક્રેટરી હોમ રાજીવ ગુપ્તાને અર્પિત

સિનિયર આઈપીએસ અને પુસ્તકના લેખન, સંકલનકાર ગુજરાતના જેલ વડા રાવ દ્વારા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના મહાનુભાવોના જેલ જીવનની એસકલુઝિવ માહિતિવાળુ પુસ્તક નિહાળી રાજનેતાઓ મંત્રમુગ્ધ બન્યા હતા

રાજકોટ તા. ૨૨: આઝાદી સંગ્રામ સમયે ગુજરાતની સાબરમતી જેલમાં રહેલ પૂજય ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ,લોક માન્ય તિલકના જેલ જીવનની અદભૂત વાતો, કેદીઓને આત્મનિર્ભર બનાવવા જેલમાં ચાલતા કરોડોના ટર્ન ઓવરવાળા  ઉધોગ કે જે લોકડાઉન દરમિયાન પણ ટર્ન ઓવર જાળવી શકાય, માસ્ક ઉત્પાદન, જેલ કેદીઓ કોરોના સામે બચાવવાનું રાષ્ટ્રિય લેવલે નોંધ લેવાયેલ અભિયાન સહિતની રસપ્રદ વાતો વાળું પુસ્તક તાજેતરમાં સિનિયર આઇપીએસ અને ગુજરાતના જેલ વડા ડો.કે. એલ.એન. રાવ દ્વારા ઇન્ચાર્જ એડી.ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તા ને અર્પણ કરવામાં આવેલ, પુસ્તકની વિગતો જાણી ખૂબ પ્રભાવિત થયેલ.    

તાજેતરમાં જેલ કામગીરીના હોમ ડિપાર્ટમન્ટમા ચાલતા   પ્રેઝન્ટેશન અંતર્ગત કામગીરી સંદર્ભે આ પુસ્તક તેમને ભેટ અપાયેલ. અત્રે યાદ રહે કે ગુજરાતના જેલ ઇતિહાસમાં કદી ન થયેલ હોય તેવી અદભૂત કામગીરીથી  પૂર્વ મુખ્ય મંત્રી, પૂર્વ ગૃહ મંત્રી અને હાલના ચીફ સેક્રેટરી પંકજ કુમાર દ્વારા પણ પ્રશંસાના પુષ્પો વેરાયા હતા.

(3:20 pm IST)