Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

અમદાવાદમાં ફાયરસેફટીના મામલે તંત્ર બન્યું સખ્તઃ ૨૦૦થી વધુ શાળાઓને નોટિસ ફટકારી

૭ દિવસમાં વ્યવસ્થા ન કરાય તો પાણી, લાઈટ કનેકશન કાપી નંખાશે, શાળા સીલ કરવા સુધીના પગલા

અમદાવાદ, તા. ૨૨: રાજ્ય સહીત અમદાવાદમાં પણ કોરોના સંક્રમણ  કેટલાક સમયથી કાબુમાં છે. એવામાં રાજ્ય સરકારની મંજૂરી બાદ ધોરણ ૬થી લઇ ૧૨માં સુધીની  શાળાઓમાં ઓફલાઈન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. આ વચ્ચે અમદાવાદ મહાનગરપાલિકા પ્રસાશન પણ સ્કૂલોમાં ફાયર સેફટીને લઇ ઘણી કડકાઈથી વરતી રહી છે. મનપાના ફાયર સેફટી વિભાગે ૨૦૦થી વધૂ સ્કૂલોને  ફાઇનલ કલોઝર નોટિસ મોકલી છે. ગત સપ્તાહ ૩૭થી વધુ સ્કૂલોને કલોઝર નોટિસ મોકલવામાં આવી હતી.

આમ જોવા જઈએ તો એક સપ્તાહમાં ૨૫૦ જેટલી શાળાઓને કલોઝર નોટિસ ફાયર સેફટી હોવાના કારણે મોકલવામાં આવી છે. અમદાવાદ મનપાના ફાયર વિભાગના મુખ્ય અધિકારી રાજઈશ ભટ્ટે જણાવ્યું કે,  શહેરની ૨૦૦થી વધુ સ્કૂલોને  ફાયર સુવિધા નહીં હોવાના કારણે ફાઇનલ કલોઝર નોટિસ આપવામાં આવી છે. તેમાં એ પણ સામેલ છે કે જેઓએ તેમના ફાયર સેફટી સર્ટિફિકેટને રીન્યુ નથી કરાવ્યા. ગત સપ્તાહ ૩૭ સ્કૂલોને એવી નોટિસ આપવામાં આવી હતી. આ તમામ સ્કૂલોને ૭ દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ ૭ દિવસમાં તેઓએ શાળામાં  ફાયર સેફટીના ઉપકરણો લગાવી લેવા પડશે. આમ નહીં થવા પર  તેમના વિરૂદ્ધ ઉચિત કાર્યવાહી કરવામાં આવશે.

વીજળી, પાણીનું, કપાઈ શકે છે કનેકશન, સીલ પણ થવાની સંભાવના

રાજેશ ભટ્ટના જણાવ્યા અનુસાર, ગુજરાત હાઇકોર્ટના નિર્દેશ અનુસાર અને રાજ્ય સરકારના દિશા નિર્દેશ અનુસાર આ તમામ સ્કૂલોને આ પહેલા પણ ૪ થી ૫ વાર જાહેર નોટિસ આપવામાં આવી ચુકી છે. એટલું જ નહીં આ સિવાય તેઓને વિભાગીય નોટિસ પણ આપવામાં  આવી ચુકી છે. તેમ છતાં પણ તેઓએ ફાયર સેફટીની સુવિધા સુનિશ્ચિત નથી કરી. એવામાં હવે ફાઇનલ કલોઝર નોટિસ આપવામાં આવી છે. જે અંતર્ગત ૭ દિવસમાં વ્યવસ્થા નહીં કરવા પર  મહાનગરપાલિકા દ્વારા પાણી અને વીજળીનું કનેકશન પણ કાપવામાં આવી શકે છે. એટલું જ નહીં, સ્કૂલોને સીલ પણ કરવામાં આવી શકે છે. સ્થાનિક અદાલતોમાં તેના વિરુદ્ધ કેસ પણ કરવામાં આવી શકે છે.

 શિક્ષા વિભાગને પણ સૂચિત કર્યા  

રાજેશ ભટ્ટના જણાવ્યા અનુસાર મનપાના ફાયર સેફટી વિભાગ દ્વારા ફાયર સેફટી અંગે કરવામાં આવી રહેલી કાર્યવાહી વિશે શિક્ષા વિભાગ, જિલ્લા શિક્ષા અધિકારીને પણ સૂચિત કરવામાં આવ્યા છે. તેમની સાથે સંકલન કરીને જ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. નોટિસ વિષે યોગ્ય પગલાં નહીં લેનારી શાળાઓ પર શિક્ષણ વિભાગ દ્વારા પણ કાર્યવાહી થઇ શકે છે.

(3:18 pm IST)