Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

વલસાડ રૂરલ પીએસઆઈનું સંવેદના અબોલ જીવોની સંસ્થા દ્વારા સન્માન

રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ અમીરાજસિંહ ઝાલા કડક સ્વભાવ સાથે સ્વચ્છ અધિકારીની છાપ ધરાવે છે:ગણતરીની કલાકોમાં વલસાડ પોલીસે ગૌરક્ષક હાર્દિક કંસારાને ઉડાવી દેનારા ગૌતસ્કરોને પકડી પાડ્યા હતા

(કાર્તિક બાવીશી દ્વારા)વલસાડ જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શનથી જિલ્લા પોલીસ ડિટેકશન બાબતે આગવું સ્થાન ધરાવે છે જેમાં રંગ વલસાડ જિલ્લાની ટીમ પૂરાવે છે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન પીએસઆઇ અમીરાજસિંહ રાણા વલસાડ પોલીસ સ્ટેશનનો રંગ બદલી નાંખ્યો છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડાઓ ને ખંભાતી તાળા લાગ્યા છે વલસાડના ધરમપુરના ગૌરક્ષકને ડુંગરી પાસે ગૌતસ્કરી કરતી ગેંગના ટેમ્પો ચાલકે ટક્કર મારી ઉડાવી દીધો હતો. ત્યારે આ ઘટનામાં તુરંત એક્શન લઇ વલસાડ એસપી ડો રાજદિપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન મુજબ પોલીસે આ તસ્કરોને વલસાડ અને મહારાષ્ટ્રથી પકડી તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. જેમની આ સિદ્ધિને સંવેદના અબોલ જીવોની અખબારી સંસ્થા દ્વારા વધાવી લઇ તેમનું સન્માન કર્યું હતુ.
સંવેદના અબોલ જીવોની અખબારી સંસ્થા દ્વારા ગૌરક્ષકને મોતને ઘાટ ઉતારનારા આરોપીને પકડનારાની ટીમ નું સન્માન કરાયું હતું વલસાડ રૂરલ પીએસઆઈ અમીરાજસિંહ ઝાલાનું સન્માન કરતી તસ્વીર જોઈ શકાય છે રૂરલ પોલીસ સ્ટેશનનું નવું નજરાણું જોઈ ટીમના લોકોએ અભિનંદન પાઠવ્યા હતા
સંવેદના અબોલ જીવોની અખબારના સેંજલ મહેતા અને કેતનભાઇ ગણાત્રાએ વલસાડના પત્રકાર કાર્તિક બાવીસી સાથે તમામ અધિકારીને રૂબરૂ મળી સન્માન કર્યું હતુ.

 

(1:27 pm IST)