Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

સાબરકાંઠાના વિજયનગરમાં સવારે બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો : ખેતરોમાં પાણી ભરાયા

ઇડર અને પોશીના પંથકમાં પણ વરસાદ : પોશીનામાં વધુ એક ઇંચ વરસાદ : બાલેટા, કોડીયાવાડા, પાલ ચિતરીયા, દઢવાવ, ચિઠોડામાં ભારે વરસાદ

અમદાવાદ :ગુજરાતના સતત વરસાદની આગાહી વચ્ચે સાબરકાંઠાના વિજયનગરમાં સવારે બે કલાકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેના લીધે ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે. આ ઉપરાંત વિજયનગર, બાલેટા, કોડીયાવાડા, પાલ ચિતરીયા, દઢવાવ, ચિઠોડામ વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે.

આ ઉપરાંત વિજયનગર, ઇડર અને પોશીના પંથકમાં પણ વરસાદ વરસી રહ્યો છે. જેમાં વરસાદી માહોલથી ખેડૂતોને રાહત મળી છે. તેમજ પોશીનામાં ગઇકાલે 3 ઇંચ વરસાદ બાદ આજે સવારે એક ઇંચ વરસાદ ખાબક્યો હતો. તેમજ વિજયનગરમાં સવારના અરસા દરમ્યાન પોણા બે ઇંચ વરસાદ પડ્યો છે. તેમજ સવારથી જ જિલ્લામાં વાદળછાયો માહોલ છવાયો છે.

(1:11 pm IST)