Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

સિસોદ્રા ગામની 18 વર્ષીય યુવતી ઘરેથી કોઈને કહ્યા વિના ચાલી જતા પિતાએ પોલીસને જાણ કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા સિસોદ્રા ગામની યુવતી ગુમ થતા પિતાએ આમલેથા પોલીસ નો આશરો લીધો છે.

મળતી માહિતી અનુસાર સિસોદ્રા ગામમાં રહેતા પંકજભાઈ દેસાઈભાઈ પટેલ નાઓએ આમલેથા પોલીસ મથકે જાણ કર્યા મુજબ તેમની દીકરી જીગીશા પંકજ ભાઈ પટેલ ઉ.વ.18 ગત તારીખ 20 સપ્ટેમ્બર એ સવારે 6.45 થી 7.45 દરમ્યાન ઘરમાં કોઈને કઈ પણ કહ્યા વિના ચાલી ગઈ હોય તેણીની શોધખોળ બાદ પણ પત્તો લાગ્યો ન હોય આમલેથા પોલીસે જીગીશા ને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

(9:09 am IST)