Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

રાજપીપળા રંગઅવધુત મંદીર પાસે સ્ફુટીના ચાલકે રાહદારીને ટક્કર મારતા 3 ને ઇજા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા કાળા ઘોડા સર્કલ નજીક આવેલા રંગ અવધૂત મંદિર પાસેથી ડીઓ સ્કુટી લઈ બેફામ જતા શ્યામ ભાઈ શનાભાઈ જોગીએ રોડની સાઈડમાં પગપાળા જતા સોમાભાઈ ભંગેલભાઈ વસાવાને પાછળથી ટક્કર મારતા રોડની સાઇડમા પાડી દેતા ઈજાઓ પહોચાડી તથા ડીઓ કુટીનો ચાલક તથા પાછળ બેઠેલ સાહેદ સ્કુટી સાથે રોડની સાઇડમાં પડી જતા પોતાને તથા સ્કુટી પાછળ બેઠેલ સાહેદને પણ શરીરે ઇજા પહોચાડી ગુનો કરતા દિપકકુમાર વિનોદચંદ્ર ભટ્ટ એ રાજપીપળા પો. સ્ટે.માં ફરિયાદ આપતા પોલીસે શ્યામભાઈ શનાભાઈ જોગી (રહે. ટેકરા ફળીયા,રાજપીપળા )વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે.

(7:17 pm IST)
  • ચીનમાં માનવ અધિકારની ઐસી કઈ તૈસી : જિનપીંગને જોકર કહેનાર રિયલ એસ્ટેટના માંધાતાને અઢાર વર્ષની જેલ સજા :ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને 'શી જોકર' અને શી જિનપિંગે લીધેલા કોરોના સામેના પગલાઓની આકરી ઝાટકણી કાઢનાર, ચીનના રિયલ એસ્ટેટના બાદશાહ ગણાતા રેન શીકવીઆંગને અઢાર વર્ષની જેલ સજા ફટકારવામાં આવી છે. તેમના ઉપર ભ્રષ્ટાચારના આરોપો મુકવામાં આવ્યા હતા. access_time 3:54 pm IST

  • ફેસબુકના ભારતના વડા સુપ્રીમમાં દોડ્યા - કાલે સુનાવણી : દિલ્હી વિધાનસભા પેનલ દ્વારા પોતાની સમક્ષ જાજર થવા અંગેની નોટિસ સામે ફેઈસ બુકના ભારતના વડા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે, અને આ હુંકમ સામે સ્ટે માગ્યો છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજય કિશન કૌલની અધ્યક્ષતામાં ત્રણ જજોની બેન્ચ આવતીકાલે બુધવારે આ અંગે સુનાવણી કરશે. access_time 12:01 am IST

  • સુરતમાં ક્વોરી માલિક દુર્લભ પટેલની આત્મહત્યાના મામલે આરોપી PI લક્ષ્મણ બોડાણાને સસ્પેન્ડ કર્યા બાદ પુરાવાઓ સાથે ચેડા ન થાય તે માટે જૂનાગઢ પોલીસ તાલીમભવનમાં કરાઈ બદલી access_time 10:35 pm IST