Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

ગાંધીનગર જિલ્લામાં તસ્કરોનો તરખાટ:બંધ મકાનને નિશાન બનાવી 57 હજારની મતાની ઉઠાંતરી

ગાંધીનગર: શહેર જિલ્લામાં છેલ્લા થોડા સમયથી ઘરફોડ ચોરીમાં વધારો થઈ રહયો છે ત્યારે તસ્કરોએ શહેર નજીક આવેલા ઉવારસદ ગામની સીમમા પ્રમુખનગર વસાહતમાં બંધ મકાનનું તાળું તોડી સોનાચાંદીના દાગીના અને રોકડ મળી પ૮ હજારની મત્તા ચોરી લીધી હતી. ઘરે પહોંચેલા પરિવારને ચોરી અંગે જાણ થતાં અડાલજ પોલીસને બનાવથી વાકેફ કરાઈ હતી. જેના પગલે પોલીસે એફએસએલની મદદથી તસ્કરોને પકડી પાડવા દોડધામ શરૂ કરી છે

કોરોનાના કપરા કાળમાં ગુનાહીત પ્રવૃતિઓમાં વધારો થઈ રહયો છે ત્યારે ઘરફોડ ચોરીના બનાવો પણ ઉત્તરોતર વધી રહયા છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં બંધ મકાનોને તસ્કરો નિશાન બનાવી રહયા છે.

હવે રાત્રે નહીં પરંતુ દિવસે પણ તસ્કરો મકાનો ટાર્ગેટ કરી રહયા છે ત્યારે શહેર નજીક આવેલા ઉવારસદની પ્રમુખનગર સોસાયટીમાં ધોળા દિવસે તસ્કરોએ બંધ મકાનનું તાળું તોડયાની ઘટના બનવા પામી છે. વસાહતના -૪૦૧ના મકાનમાં રહેતા પુનિતભાઈ સુર્યકાંતભાઈ જોગી અને તેમની પત્નિ ગઈકાલે અમદાવાદ ખાતે તબીબની એપોઈન્ટમેન્ટ હોવાથી ગયા હતા.

(5:31 pm IST)