Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

નડિયાદ: ડાકોર નાગરપાલિકદ્વારા ગેરકાયદેસર રીતે સામાન્ય સભા બોલાવવામાં આવતા વિરોધપક્ષના સભ્યોએ વિરોધ દેખાડ્યો

નડિયાદ:ડાકોર નગરપાલિકપ્પ્રમુખ દ્વારા ગેરકાયદેસર રીતે સામાન્ય સભા બોલાવવામાં આવતા વિરોઘપક્ષના સભ્યોએ બહિષ્કાર કર્યો હતો.નગરપાલિકા અધિનિયમની જોગવાઇ વિરુધ્ધ સામાન્ય સભા રાખતા વિવાદ સર્જાયો છે. અંગે પાલિકાના નવ સભ્યોએ પાલિકા ચીફઓફિસરને લેખિતમાં રજૂઆત કરાઇ છે.

યાત્રાઘામ ડાકોર નગરપાલિકામાં પ્રમુખ દ્વારા આજે સામાન્યસભા બોલાવવામાં આવી હતી.જો કે પાલિકા અધિનિયમની જોગવાઇ કલમ-૫૧() મૂજબ સભ્યો દ્વારા ચીફઓફિસરને લેખિત જાણકારી આપી સામાન્ય સભાનો બહિષ્કાર કર્યો છે.જેમાં કલમ ૫૧() મૂજબ કોઇપણ સામાન્ય સભા યોજાવાની તારીખના સાત દિવસ પહેલા ચૂટાયેલા દરેક સભ્યોને એજન્ડા બનાવવાના હોય છે.જે ડાકોર નગરપાલિકાના પ્રમુખ દ્વારા વિરોઘ પક્ષના નવ સભ્યોને ગત તા.૧૯ મી તારીખે એજન્ડા બજાવવામાં આવ્યા હતા.અને તા.૨૧ સામાન્ય સભા રાખતા નગરપાલિકા અધિનિયમનો ભંગ કર્યો છે.તેવા સંજોગોમાં વિરોધ પક્ષના નવ સભ્યો દ્વારા સામાન્ય સભાનો બહિષ્કાર કર્યો છે.વધુમાં ચોખા સાત દિવસ આપેલા હોય તેવા સંજોગોમાં સામાન્ય સભા ગેરકાયદેસર ગણાય છે.જેથી સામાન્ય સભાને બહાલી મળવી કે નહી તે સરકારી અધિકારીના હાથમાં હોય છે.

(5:30 pm IST)