Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

મહુધા તાલુકાના હેરંજ ગામે સાસરીમાં રહેતા જમાઈએ પત્ની સહીત સાસુ પર જીવલેણ હુમલો કરતા સાસુનું સારવાર દરમ્યાન મૃત્યુ

મહુધા:તાલુકાના હેરંજ ગામે રવિવારની મોડી રાતે સાસરીમાં રહેતા જમાઇએ પત્નિ અને સાસુ પર હુમલો કર્યો હતો. બનાવમાં સાસુનુ અમદાવાદ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયુ હતુ. બનાવ અંગે મહુધા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મહુધા તાલુકાના હેરંજ ગામે રહેતા જમાઇ રાકેશભાઇએ રવિવારના દિવસે પત્નિ અંજનાબેન અને સાસુ મંજૂલાબેન પર હુમલો કર્યો હતો.રાકેશભાઇ આડાસંબંધનો વ્હેમ રાખી પત્ની અને સાસુ પર હુમલો કર્યો હતો.સાસુ મંજૂલાબેન માથામાં તીક્ષણ હથિયાર મારી ઘાયલ કર્યો હતા.જેથી તેઓને તાત્કાલિક સારવાર અર્થે અલીન્દ્રા આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યા સારવાર દરમ્યાન મંજૂલાબેનનુ મૃત્યુ નિપજયુ હતુ.જ્યારે પત્ની અંજનાબને પણ શરીરે ગંભીર ઇજાઓ પહોચાડી હતી. બનાવ અંગે પત્ની અંજનાબેને પતિ રાકેશભાઇ મનહરભાઇ વસાવા વિરુધ્ધ મહુધા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.જ્યારે મહુધા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(5:30 pm IST)