Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

સુરતના અલથાણા ચોકડી નજીક મારુતિ વાહનમાં વાછરડાને કતલખાને લઇ જવાનો પ્રયાસ કરી રહેલ ત્રણ નરાધમો પૈકી એક શખ્સની ધરપકડ

સુરત: શહેરના અલથાણ ચોકડી પાસે સવારના સમયે મારૂતિ વાનમાં જબરજસ્તી વાછરડાને બેસાડી કતલખાને લઇ જવાનો પ્રયાસ કરી રહેલા ત્રણ પૈકી એક રંગેહાથ ઝડપાય ગયો હતો. જયારે તેના બે સાથીદાર ભાગી જવામાં સફળ રહ્યા હતા.

ભટાર વિસ્તારના ખોડિયાર નગરની બાજુમાં ક્રિષ્ણાનગરમાં રહેતો પશુપાલક રાજુ ખોડા ભરવાડ (.. 28) રાબેતા મુજબ 6 વાગ્યાના અરસામાં ગ્રાહકોને દુધ વહેંચવા જઇ રહ્યો હતો. તે દરમ્યાન અલથાણ ચોકડી પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે ત્રણ યુવાનો જબરજસ્તી વાછરડાને મારૂતિ વાનમાં બેસાડવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા હતા

જેથી રાજુ તુરંત મારૂતિ વાન તરફ જતા ત્રણ પૈકી બે યુવાન ભાગી ગયા હતા. જ્યારે એક યુવાનને રાજુએ પકડી લઇ બુમાબુમ કરતા રાહદારીઓ એકઠા થઇ ગયા હતા. એકઠા થયેલા લોકોએ મારૂતિ વાન નં. જીજે-5 સીએમ-9753 ની પાછળની સીટ પર જોતા એક વાછરડીને મોંઢા પર કપડું બાંધી અને દોરડા વડે બાંધીને બેસાડેલી નજરે પડી હતી.

(5:28 pm IST)
  • તાઇવાન માટે ચીન ખતરા સમાન : બની ગયાનું તાઇવાનના મહિલા રાષ્ટ્રપતિ સાઇ ઇંગ-વેને કહ્યું છે. છેલ્લા ૨ દિવસથી ચીન તરફથી સતત ફાઇટર પ્લેનો તાઇવાનની સીમામાં ઉડાવાય છે અને ચીન સંપૂર્ણ નફફટાઇથી કહે છે તાઇવાન અમે ગમે ત્યારે હડપ કરી જશું તેમણે કહ્યું કે તાઇવાન જલસીમામાં ધુસી આવવાનું કૃત્ય જ દર્શાવે છે કે ચીન આ સમગ્ર વિસ્તાર માટે ખતરા સમાન છે. અમેરીકાના ટોચના અધિકારી કીથ કૈચની તાઇવાન મુલાકાત સમયે ચીનના લશ્કરી વિમાનો તાઇવાન ઉપર ઉડયા હતા access_time 3:05 pm IST

  • 3.6ની તીવ્રતાના ધરતીકંપથી શ્રીનગર ધ્રુજી ઉઠ્યું : લોકો રસ્તાઓ પીઆર દોડી આવ્યા : જમ્મુ અને કાશ્મીર - શ્રીનગરના ઉત્તર પશ્ચિમ વિસ્તારથી 11 કિ.મી. ના અંતરે મોડી સાંજે 09:40 વાગ્યે ભૂકંપ નોધાયાનું રાષ્ટ્રીય સિસ્મોલોજી કેન્દ્ર એ જાહેર કર્યું છે. access_time 12:07 am IST

  • સહકારી બેન્કો હવે રીઝર્વ બેન્કના પંજામાં : ખરડો પસાર :સહકારી બેન્કો હવે રીઝર્વ બેન્કના ભરડામાં : રિઝર્વ બેન્કની નજર હેઠળ સહકારી બેન્કોને આવરી લેતા ખરડાને રાજયસભામાં મંજૂરી આપવામાં આવી છે. આ ખરડાનો હેતુ બેન્કમાં ખાતાધારકોના હિતોની રક્ષા કરવાનું છે. આ વિધેયકને રાજયસભામાં ધ્વનીમતથી પસાર કરવામાં આવેલ. લોકસભામાં ૧૬ સપ્ટેમ્બરે આ ખરડો પસાર થઈ ગયો હતો. હવે આ ખરડો કાનુન બન્યા પછી જાહેરનામાની જગ્યા લેશે. રીઝર્વ બેન્કના માધ્યમથી સહકારી બેન્કો સહિત સમગ્ર બેન્કીંગ વ્યવસ્થાને સુવ્યવસ્થિત કરવાનો હેતુ છે access_time 3:53 pm IST