Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

વડોદરામાં એક્ટિવા પર જતા માતા-પુત્રીની નજર સાથે કાર ચાલકે અન્ય એક્ટિવા પર સવાર પિતાનું કમકમાટીભર્યું મૃત્યુ

વડોદરા: શહેરમાં એકટીવા પર જતાં માતા-પુત્રીની નજર સામે કારચાલકે બીજા  એક એકટીવા ચાલકને ટક્કર મારી ફંગોળી દીધો હતો. અકસ્માત સ્થળે જઈને જોતા યુવતીના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. કારણ કે અકસ્માતમાં લોહીલુહાણ  થઈ જનાર  તેના પિતા હતા. ઈજાગ્રસ્તને  સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત થયું હતુ

વારસિયા શ્રી હોસ્પિટલ સામે જગદંબા એપાર્ટમેન્ટમાં રહેતા વાસુદેવ ગુલાબરાય દારવાણી વૃંદાવન એપાર્ટમેન્ટમાં આવેલા કાના કેટરર્સમાં નોકરી કરે છે. સવારે દશ વાગ્યે વાસુદેવ દારવાણી એકટીવા લઈને ઓફીસે ગયા હતા.

બપોરે બે વાગ્યે વાસુદેવ દારવાણીના પત્ની કિરણબેન અને પુત્રી બીજી એકટીવા લઈને ઘરેથી કાલાઘોડા કોઠારી ટ્રસ્ટમાં કામ માટે નિકળ્યા હતા. નીતા રંગવામી હોસ્પિટલ પાસેથી તેઓ પસાર થતા હતા. ત્યારે તેમને જોયું તો એક કારચાલકે એક એકટીવા ચાલકને અડફેટે લઈ રોડ પર ફંગોળી દીધા હતા.

(5:27 pm IST)