Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

ખાનગી શાળાઓમાં ફી નિયમનના કેસમાં ત્રણ વર્ષમાં વકીલોને લાખોની ફી ચુકવાઇ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. રર : વકીલ ફી ખાનગી શાળાઓમાં ફી નિયમન કાયદાને ખાનગી શાળા સંચાલકોએ નામદાર હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટમાં પડકારતા રાજય સરકારે વકીલોની ફી પેટે તા. ૩૦-૬-ર૦૧૯ ની સ્થિતિએ છેલ્લા ત્રણ વર્ષમાં વકીલને ચુકવેલ ફી અંગે અતારાંકિત પ્રશ્નના ઉતરમાં કાયદા મંત્રીએ વિગતો આપતા જણાવ્યું હતું કે ચુકવેલ ફી ની વિગતો આ મુજબ છે.

નામદાર ગુજરાત હાઇકોર્ટમાં કેસ લડવા વકીલોને ચુકવેલ ફી (૧) શ્રી કમલ ત્રિવેદી એડવોકેટ જનરલ રૂ. ૧૩,૪૯,પપ૦ (ર) શ્રી પ્રકાશ જાની એડીશનલ એડવોકેટ જનરલ શ્રી રૂ. ૧ર,૮૯,૬પ૦ (૩) શ્રી મનીષા એલ. શાહ મુખ્ય સરકારી વકીલ રૂ. ૧૦,૯૪,૭૦૦

નામદાર સુપ્રિમ કોર્ટમાં કેસ લડવા વકીલોને ચુકવેલ (૧) શ્રી આર્યમં સુન્દરમ સીનીયર એડવોકેટ રૂ. પર,રપ,૦૦૦ (ર) શ્રી તુષાર મહેતા એડીશનલ  સોલીસીટર રૂ. ૧૬,૦૦,૦૦૦ (૩) શ્રી મનીષા એલ. શાહ મુખ્ય સરકારી વકીલ રૂ. ૧૯,રપ,૦૦૦ (૪) શ્રી કે. કે. વેણુગોપાલ રૂ. પપ,૦૦,૦૦૦

(4:00 pm IST)