Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

અતિવૃષ્ટિએ ગુજરાતમાં ૧૯૦ લોકોના જીવ લીધા

કોરોનાના કારણે ટપોટપ મોતને ભેટતા ગુજરાતીઓને મેઘરાજાએ પણ માર્યો પડ્યાં ઉપર પાટું : રાજયમાં માલધારીઓના ૯૦૦ પશુઓનો પણ ભોગ લેનાર અતિવૃષ્ટિના કારણે ૬૬૦૦ મકાનોને પણ કર્યું નુકશાન

અમદાવાદ,તા. ૨૨: ગુજરાતમાં એક તરફ કોરોના કાળો કહેર વર્તાવી રહ્યો છે ત્યારે ગુજરાત વાસીઓને મેઘરાજાએ પણ બરાબરના ધમરોળી લોકોના જાનમાલને ભારે નુકશાન પહોચાડ્યું છે. રાજયમાં ૧૨૯% જેટલો સરેરાશ વરસાદ નોંધાઈ ચુકયો છે ત્યારે મેદ્યરાજાના આ બિહામણા સ્વરૂપે ગુજરાતના ૧૯૦ વ્યકિતના જીવ લીધા છે. લોકના જાનમાલને નુકશાન પહોંચાડવા બાબતે દેશમાં બીજા નંબરે ગુજરાતનો ક્રમ આવ્યો છે. અતિવૃષ્ટિના કારણે ગુજરાતમાં ૯૦૦ જેટલી ગાય ભેંસોએ જીવ ગુમાવ્યો છે ત્યારે ૬૬૦૦ મકાનોને પણ ભારે નુકશાન પહોંચ્યું છે.

આ ચોમાસાની સીઝનમાં આ વખતે પશ્યિમ બંગાળ માંથી સૌથી વધુ ૨૫૮ વ્યકિતઓ મૃત્યુ પામ્યા છે જયારે ગુજરાત અને મહારાષ્ટ્ર ૧૯૦ સાથે સંયુકત રીતે  બીજા સ્થાને છે, સમગ્ર દેશમાં ચોમાસાની સીઝનમાં ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૦ સુધીમાં ૧૫૦૩ વ્યકિતઓ એ જીવ ગુમાવ્યા છે, ગુજરાતમાં આ વખતે ભારે વરસાદથી ૧૯૦ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સતત બીજું વર્ષ છે કે ગુજરાતમાં આટલા મૃત્યુ થયા છે, ગુજરાત માંથી ૨ વર્ષ માં ૨૮૫ વ્યકિતઓ ભારે વરસાદના પગલે જીવ ગુમાવી ચુકયા છે, ગુજરાતમાં ચોમાસાની સીઝનમાં આ વખતે ૮૯૭ જયારે ગયા વર્ષે ૮૪૭ ગે ભેંસ મૃત્યુ પામ્યા છે, આમ ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે વધુ જાનમાલને નુકશાન થયું છે, ચોમાસાની સીઝનમાં આ વર્ષે રાજયમાં સૌથી વધુ ગે ભેંસને નુકશાન થયું હોય તેવું ગુજરાત ત્રીજું રાજય છે, મધ્યપ્રદેશમાં સૌથી વધુ ૧૨૯૦, અરુણાચલમાં ૧૧૫૮ ગે ભેંસનો જીવ ગયો છે, ગુજરાતમાં ભારે વરસાદને પગલે ગયા વર્ષે ૬૬૧૨ આ વર્ષે ૫૩૧૮ ઘરઝુંપડી ને નુકશાન થયું છે, જો કે ગુજરાતમાં આ વખતે પાકને પણ ઘણું નુકશાન થયું છે, આ અંગેની વિગતો હાલમાં જાહેર કરવામાં આવી નથી ગુજરાતમાં આ વર્ષે ચોમાસા દરમ્યાન ૧૪ રેસ્કયુ ટિમ ખડેપગે રાખવામાં આવી હતી. આ રેસ્કયુ ટિમ દ્વારા આ વર્ષે ૨૯૮ લોકોના જીવ બચાવવામાં આવ્યા છે. ૩૫ ને સલામત સ્થાને ખસેડવામાં આવ્યા છે, કુલ ૩૬ પશુઓને બચાવવામાં આવ્યા છે, ૪૨ને તબીબી સહાય,આવી છે. છેલ્લા ૨ વર્ષમાં ભારે વરસાદને પગલે મૃત્યુ આંખમાં વધારો જોવા મળે છે આગાઉ વર્ષ ૨૦૧૬-૧૭ માં ૮૫ વર્ષ ૨૦૧૮-૧૯માં ૨૨૯ લોકોના મોત થયા હતા.  (૨૨.૩૦)

રાજય

વ્યકિતના

 

મોત

પશ્ચિમ બંગાળ

૨૫૮

ગુજરાત

૧૯૦

મધ્ય પ્રદેશ

૧૯૦

આસામ

૧૪૧

કર્ણાટક

૧૧૮

કેરળ

૧૧૬

મહારાષ્ટ્ર

૭૮

ઉત્ત્।રાખંડ

૬૨

છત્ત્।ીસગઢ

૫૯

જમ્મુ કાશ્મીર

૫૮

દેશમાં

૧૫૦૩

કુલ

મૃત્યુ

(3:59 pm IST)