Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

મતદાન મથકોમાં ૧પ૦૦ના બદલે ૧૦૦૦ મતદારોઃ કોરોના દર્દીઓ માટે પોસ્ટલ બેલેટ સુવિધા

ગુજરાત વિધાનસભાની ૮ બેઠકોમાં પણ બિહાર જેવી વ્યવસ્થા ગોઠવાશે : ચૂંટણી યોજવાના પડકારો સહિતના મુદ્દાઓને આવરી લઇને વેબિનાર

ગાંધીનગર, તા. રર :  કોવિડ -૧૯ દરમિયાન ચૂંટણી યોજવાના અનુભવોને પરસ્પર વહેંચવા માટે વિશ્વભરમાં લોકશાહીઓ એક મંચ પર આવેલ છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા કોવીડ-૧૯ દરમિાયન ચૂંટણી યોજના માટેના મુદ્દાઓ, પડકારો અને પ્રોટોકોલ : દેશના અનુભવોની વહેંચણી પર આંતરરાષ્ટ્રીય વેબિનારનું આયોજન કરેલ. આ પ્રસંગે India-A Web Centre to bring out an 'A-WEB India Journal of Elections"  સહિત બે પ્રકાશનો પ્રકાશિત કર્યા હતા.

મુખ્ય ચૂંટણી કમીશરશ્રી દ્વારા કોવિડ ૧૯ મી મહામારી દરમ્યાન બિહાર રાજયમાં યોજાનારી ચૂંટણીના માપદંડો પર ભાર મુકવામાં આવેલ, રાજયની મુલાકાત અંગે ટુંક સમયમાં ચૂંટણી પંચ દ્વારા નિર્ણય લેવામાં આવશે.

Association of World Election Bodies (A-WEB) ના અધ્યક્ષપદને એક વર્ષ પૂર્ણ થવા પર, ભારતીય ચુંટણી પંચ આજે કોવીડ-૧૯ દરમિયાન ચૂંટણી યોજના માટેના મુદ્દાઓ, પડકારો અને પ્રોટોકોલ : દેશના અનુભવોની વહેંચણી પર આંતરરાષ્ટ્રીય વેબિનારનું આયોજન કરેલ. વિશ્વભરની લોકશાહીઓ માટે કોવિડ ૧૯ દરમિયાન ચૂંટણી યોજવાના અનુભવોને પરસ્પર વહેંચવા માટે એક મંચ પર આવવાનો આ પ્રસંગ હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ૦૩ સપ્ટેમ્બર ર૦ર૯ના રોજ બેંગલુરૂ ખાતે યોજાયેલ ... ની ચોથી મહાસભામાં ભારતે ર૦૧૯-ર૦ર૧ ગાળા માટે A-WEB ની ચોથી મહાસભામાં ભારતે ર૦૧૯-ર૦ર૧ ગાળા માટે A-WEB નું અધ્યક્ષ પદ સંભાળ્યું હતું. વેબિનારનું ઉદ્ઘાટન કરતાં ભારતના માનનીય મુખ્ય ચૂંટણી કમિરનર અને A-WEB ના અધ્યક્ષ શ્રી સુનિલ અરોરાએ જાહેર આરોગ્યની કટોકટોની સ્થિતિમાં નિયોજીત ચૂંટણીઓ યોજવી કે કેમ અને કેવી રીતે યોજવી તે અંગે વિશ્વભરની ચૂંટણી સંચાલન સંસ્થાઓ દ્વારા અનુભવાયેલી કઠિન પરિસ્થિતિ વિશે જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે દરેક દેશનું સંદર્ભિત માળખું અલગ હોય છે, કોવીડ-૧૯ ના પ્રસરણનો વ્યાપ જુદા જુદા હોય છે અને તેથી નોવેલ કોરોના વાયરસ અને તેના વિનાશક પ્રભાવનો સામનો કરવાની દરેક દેશની ક્ષમતા અલગ-અલગ હોય છે.  શ્રી સુનિલ અરોરાએ જણાવ્યું હતું કે ભારતમાં ચૂંટણીઓ વિશાળ સંખ્યામાં મતદારો, ભૌગોલિક અને ભાષાકીય વિવિધતા અને વિધ આબોહવાની પરિસ્થિતિઓને કારણે ભારે પડકારો ઉભા કરે છે.

મુખ્ય ચંુટણી કમિશનરે એમ પણ જણાવ્યું કે, ભારતના ચુંટણી પંચે વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ, દિવ્યાંગ વ્યકિતઓ અને વર્તમાન સંજોગોને ધ્યાને લેતા કોવિડ પોઝિટીવ મતદારો અને કવોરન્ટાઇન થયેલ મતદારોનો મતાધિકાર સુનિચિત કરવા માટેની સુવિધા વધારવા પર ખુબ ભાર મુકયો છે. આ સંદર્ભમાં મુખ્ય ચૂંટણી કમિશનરે નવેમ્બર-ડિસેમ્બર ર૦૧૯માં યોજાયેલ ઝારખંડની વિધાનસભાની ચૂંટણીઓ અને ફેબ્રુઆરી -ર૦ર૦માં યોજાયેલ દિલ્હીની વિધાનસભાની ચૂંટણી દરમ્યાન કેવી રીતે ૬૦ વર્ષથી વધુ વયના મતદારો, દિવ્યાંગ વ્યકિતઓ અને જેઓ ચોક્કસ પ્રકારની આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા છે તેમના સુધી ટપાલ મતદાન સુવિધા (Postal Ballot System) વિસ્તારવામાં આવેલ હતી તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. પોસ્ટલ બેલેટની આ સુવિધા કોવિડ પોઝિટીવ મતદારોએ જેઓ કવોરેન્ટાઇન/ હોસ્પિટલમાં દાખલ છે તેમના સુધી વિસ્તારવામાં આવી છે. 

શ્રી સુનીલ અરોરા દ્વારા કોવીડ-૧૯ મહામારીના સમયમાં ચુંટણી યોજવા અંગે નિયત કરેલ ખાસ અને વિગતવર માર્ગદર્શિકાનો ઉલ્લેખ કરવામાં આવ્યો. તેઓએ જુન ર૦ર૦માં રાજયસભાની ૧૮ બેઠકો માટે યોજાયેલા ચુંટણીના સફળ સંચાલનનો પણ ઉલ્લેખ કર્યો. વર્ષ ર૦ર૧ના પ્રથમ અર્ધવાર્ષિક સમયગાળામાં પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, પુડુચેરી અને તમિલનાડુમાં યોજાનાર ચુંટણીઓનો પણ ઉલ્લેખ કર્યો.

સપ્ટેમ્બર ર૦૧૯માં બેંગલુરૂ ખાતે યોજાયેલ વિશ્વ ચુંટણી સંસ્થાઓના સંગઠન (A-WEB)ની સામાન્ય સભાની પણ મુખ્ય ચુંટણી કમિશ્નરશ્રીએ ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે વેબીનાર આજે વિશ્વ ચુંટણી સંસ્થાઓના સંગઠન (A-WEB)ના અધ્યક્ષ તરીકે ચુંટણી પંચના કાર્યકાળના એક વર્ષ પુરા થવા પ્રસંગે યોજવામાં આવી રહયો છે.

વિશ્વના ૪પ દેશોના ૧ર૦ થી વધુ પ્રતિનિધિઓ (જેમ કે અંગોલા, આર્જેન્ટીના, ઓસ્ટ્રેલીયા, બાંગ્લાદેશ, ભુટાનચ, બોસ્નીયા અને હર્ઝેગોવિના, બોત્સ્વાના, બ્રાઝીલ, કંબોડીયા, કેમેરોન, કોમ્બિયા, ડેમોક્રેટીક રીપબ્લીક ઓફ કોંગો, ડોમીનીકા, અલ સાલ્વાડોર, ઇથોપીયા, ફીજી, જયોર્જીયા, ઇન્ડોનેશીયા, જોર્ડન, કઝાકીસ્તાન, કોરીયા રીપબ્લીક, કિર્ગીઝ રીપબ્લીક, લાઇબેરીયા, માલાવી, માલદીવ, મોલ્ડોવા, મંગોલીયા, મોઝામ્બીક, નાઇજીરીયા, પેલેસ્ટાઇન, ફિલીપાઇન્સ, રોમાનીયા, રશીયા, સાઓ ટોમ અને પ્રિન્સીપ, સોલોમન આઇલેન્ડ, સીએરા લિયોન, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, સુરીનામ, સ્વીડન, તાઇવાન, ટોંગા, તુર્કી, ઉઝબેકીસ્તાન અને ઝામ્બીયા) અને અન્ય ૪ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ (જેમ ક International IDEA, International Foundation of Electroal Systems (IFES), Association of World Election Bodies (A-WEB) and European Centre for Elections)  એ આજ રોજ વેબીનારમાં ભાગ લીધો. (A-WEB) એ ચુંટણી સંચાલન કરતી સંસ્થાઓ (Election Management Bodies-EMBs) નું વિશ્વકક્ષાનું સૌથી મોટુ સંગઠન છે. હાલની સ્થિતિએ (A-WEB)માં ૧૧પ EMB પ્રતિનિધિ અને ૧૬ પ્રાદેશીક સંગઠનો/સંસ્થાઓ સહયોગી પ્રતિનિધિ છે. ભારતનું ચુંટણી પંચ ર૦૧૧-૧ર થી A-WEB ની રચના સાથે ખુબ નજીકથી સંકળાયેલ છે.

(3:57 pm IST)