Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

માધ્યમિક વિભાગમાં ૧૨૨૫ અને ઉચ્ચતર મા.વિભાગમાં ૫૩૩ શિક્ષકોની જગ્યા ખાલી

(અશ્વિન વ્યાસ) ગાંધીનગરઃ રાજયમાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યા અંગે પ્રશ્નના ઉત્તરમાં શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે તા.૩૧/૧૨/૧૯ની સ્થિતિએ સરકારી શાળામાં માધ્યમિક વિભાગમાં કુલ ૧૨૨૫ જગ્યાઓ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૫૩૩ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે.

આ ખાલી જગ્યાઓ ભરવા સરકાર દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને બંને તેટલી ઝડપથી આ કામગીરી પૂર્ણ કરી જગ્યાઓ ભરવામાં આવશે. આમા કોઈને અન્યાય ન થાય તેની પણ કાળજી લેવામાં આવશે.

(3:56 pm IST)