Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

સુરતની ફિટકાર વરસાવતી ઘટના

પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા પતિએ પોતાની એક વર્ષની દીકરીને બીજા માળેથી નીચે ફેંકી દીધી

સુરત,તા. ૨૨: સુરતમાં હૈયું હચમચાવી નાંખે તેવી પિતાની ક્રૃરતા સામે આવી છે. પતિ પત્ની વચ્ચે કામકાજને કારણે ઝદ્યડો થયો હતો. જે બાદ પત્ની તેમની એક વર્ષની બાળકીને ઘરે સૂવડાવીને પિયર જતી રહી હતી. જેથી આવેશમાં આવેલા પતિએ પોતાની એક વર્ષની બાળકીને મકાનના બીજા માળેથી ફેંકી દીધી હતી. બાળકીને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામમાં આવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે, સાલબતપુરા વિસ્તારમાં આવેલા મન દરવાજાની વસાહત ખાતે રહેતી સુષ્માને ઘર નજીક રહેતા ભાવિન નામના યુવક સાથે આંખ મળી ગઈ હતી. પોતે સગીર હતી ત્યારે આ યુવક સાથે ભાગી જેઇને શિરડી ખાતે લગ્ન કાર્યા હતા. જોકે પહેલા તો લગન જીવન ખૂબ સારૂ ચાલતું હતું. થોડા સમય બાદ સુષ્માને ભાવિને બહુ ત્રાસ આપ્યો હતો.તે ઘણી વખત સુષ્મા પર ખોટી શંકા કરતો હતો. આ દંપતીને પુત્રી ઉપરાંત એક દીકરો પણ છે. લોકડાઉન બાદ ભાવિન બેકાર બન્યો હતો અને દરોજ સુષ્માને માર મારી ત્રાસ આપતો હતો.

ગતરોજ પણ બેકાર ભાવિને સુષ્માએ કામ કરવાનું કહેતા પત્ની સાથે ઝગડો કરી તેને માર મારવા લાગ્યો હતો. જેથી સુષ્માએ તેની ૧ વર્ષની બાળકીને સુવડાવી પોતાના પિયર જવા નીકળી હતી. જોકે આ વાતનો ગુસ્સો આવતા ભાવિને બાળકીને પોતાના મકાનના બીજા માળેથી નીચે ફેંકી દીધી હતી. જેને લઈને બાળકીને ગંભીર ઇજા થવા પામી હતી. જોકે બાળકીને નજીકની હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. જયાં તબીબોનાં જણાવ્યાં પ્રમાણે, બાળકીને માથામાં ડાબી બાજુ ગંભીર ઇજા થઈ છે. તેથી જમણી બાજુનું અડધુ અંગ ઓછું કામ કરે છે. સાથે માથામાં હેમરેજ પણ થયું છે.

જોકે માતા સુષ્માએ બાળકીના પિતા વિરુદ્ઘ બાળકીની હત્યાનો પ્રયાસનો ગુનો નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી પિતાને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(12:49 pm IST)
  • દેશમાં કોરોના રસી ઉત્પાદન માટે ૩થી ૫ હજાર કરોડોનું રોકાણ જોઇશેઃ ફાર્મા કંપની ઝાયડસ કેડિલાના ચેરમેન પંકજ પટેલ : મજબૂત વિતરણ સિસ્ટમ જોઇશેઃ રસી જ કોરોનાનો એકમાત્ર ઉકેલ નથી access_time 4:01 pm IST

  • સુરતમાં ક્વોરી માલિક દુર્લભ પટેલની આત્મહત્યાના મામલે આરોપી PI લક્ષ્મણ બોડાણાને સસ્પેન્ડ કર્યા બાદ પુરાવાઓ સાથે ચેડા ન થાય તે માટે જૂનાગઢ પોલીસ તાલીમભવનમાં કરાઈ બદલી access_time 10:35 pm IST

  • રાજ્યસભાના સાંસદોના ધરણાં ખતમ : વિરોધ પક્ષો સંસદનો બહિષ્કાર કરશે : જ્યાં સુધી 8 સભ્યોનું સસ્પેન્સન ચાલુ રહેશે ત્યાં સુધી વિરોધ પક્ષો સંસદમાં હાજરી નહીં આપે : વિરોધ પક્ષના નેતા ગુલામ અબી આઝાદની ઘોષણાં access_time 11:56 am IST