Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

લીમડાનાં પાન કેન્સરથી લઇને ડાયાબિટીસ જેવી બીમારીમાં ગુણકારી

દરરોજ સવારે ઉઠીને ખાલી પેટે ૫-૬ લીમડાના પાન ખાઈ જાવઃ નખમાં પણ રોગ નહિં રહે : લીમડાના પાન નેચરલ બ્યુટી ટોનિકની જેમ કામ કરે છે, ચામડીમાં ડાઘ - ધબ્બા અને ખીલ હોય કે કોઈપણ ચામડીના રોગ હોય લીમડાના પાનને ક્રશ કરી લગાવવાથી ચામડીના રોગો પણ દૂર થાય : ખાલી પેટે લીમડાના પાન ચાવવાથી તમારા શરીરનું બ્લડ સુગર કંટ્રોલમાં રહેઃ જો તમને ડાયાબીટીસ નથી તો પણ ભવિષ્યમાં થવાની શકયતા ઓછી રહે : ડાયાબીટીસના દર્દીઓ માટે લીમડા પાનનું જ્યુસ પણ ફાયદાકારક : લીમડાના પાનમાં વિશેષ એન્ટીઓકિસડેન્ટસ હોય, જે શરીરમાં કેન્સર સેલ્સને વધતા અટકાવે : કેન્સર જેવી જીવલેણ બિમારીથી પણ બચી શકાય

નવી દિલ્હી : લીમડાનાં પાંદડાં આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ શરીરમાં સોજો ઓછો કરવામાં મદદ કરે છે. લિવર અને હૃદયને સ્વસ્થ રાખે છે અને ઇમ્યૂન સિસ્ટમ્સને મજબૂત બનાવે છે. લીમડો એક એવું વૃક્ષ છે જેની છાલ, પાંદડાંઓ, ડાળીઓ, લાકડી એમ બધા ભાગ આયુર્વેદની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ખાસ કરીને લીમડાનાં પાંદડાંઓમાં ઔષધિય ગુણ હોય છે. દરરોજ સવારે ઉઠીને ૫-૬ લીમડાનાં પાંદડાં ખાલી પેટ ખાવા તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. જે તમને કેટલીય ગંભીર બીમારીઓથી બચાવી શકાય છે. લીમડાના પાનથી ફાયદાઓ શું થાય તે વિશે જાણીએ.

કેન્સર આ સમયમાં વિશ્વની મોટી બીમારીઓમાંથી એક છે, જેના કારણે દર વર્ષે કરોડો લોકો મૃત્યુ પામે છે. લીમડાંનાં પાંદડાંમાં વિશેષ એન્ટીઓકસીડેન્ટ્સ હોય છે, જે શરીરમાં કેન્સર સેલ્સને વધતાં અટકાવે છે. એટલા માટે દરરોજ સવારે લીમડાના ૪-૫ લીમડાના પાંદડાં ચાવી લેવાથી તમે કેન્સર જેવી ગંભીર અને જીવલેણ બીમારીઓથી બચી શકો છો.

ઇમ્યૂનિટી વધારે

ઇમ્યૂનિટી વધારવા માટે તમારે ખૂબ જ મોંઘી દવાઓ અથવા સપ્લીમેન્ટસ લેવાની કોઇ જરૂર નથી. તમે દરરોજ સવારે ઉઠીને લીમડાંના તાજાં પાંદડાં તોડીને ખાઇ લો, તેનાથી તમારૃં ઇમ્યૂન સિસ્ટમ્સ મજબૂત થઇ શકશે.

ડાયાબિટીસમાં બચાવ

સવાર-સવારમાં ખાલી પેટ લીમડાના પાંદડાં ચાવવાથી તમારા શરીરનું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને તમે સ્વસ્થ રહો છો. એટલા માટે જો તમે પહેલાથી ડાયાબિટીસનો શિકાર છો તો તમે શુગર કંટ્રોલ કરવામાં લીમડાંનાં પાંદડાં તમારી મદદ કરે છે અને જો તમને ડાયાબિટીસ નથી તો ભવિષ્યમાં તેના થવાની શકયતા ઓછી થઇ જાય છે. ડાયાબિટીસના દર્દીઓએ લીમડાંના પાંદડાંનો જયૂસ પીઓ, તો તેના માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.

ત્વચાની ચમક વધારે

લોહીમાં રહેલી અશુદ્ઘિઓ જ તમારા ચહેરાને નીરસ અને ખરાબ દેખાવા માટેનું કારણ હોય છે. જયારે તમારા શરીરમાંથી ટોકિસન્સ ઓછું થવા લાગે છે ત્યારે ત્વચાની ચમક વધવા લાગે છે. આ રીતે લીમડાંના પાંદડાંને તમે નેચરલ બ્યૂટી ટોનિકની જેમ પણ કામ કરે છે. ત્વચા પર ડાઘ-ધબ્બા અને ખીલની સમસ્યા હોય અથવા કોઇ પ્રકારનો ચામડીનો રોગ, સ્કિન ઇન્ફેકશન વગેરે લીમડાંનાં પાંદડાંને ક્રશ કરીને લગાવવાથી તમારી સમસ્યાઓ ઠીક થઇ જાય છે.

(3:58 pm IST)
  • અત્યારે મોડી રાત્રે પોણા અગિયાર વાગ્યે સૌરાષ્ટ્રના ઓખા દ્વારકા પોરબંદર જામનગર ના દરિયા કાંઠે જબ્બર વાદળા છવાયા છે સાથોસાથ સુરત સહિત દક્ષિણ ગુજરાત ઉપર પણ વાદળોના ગંજ ખડકાયા છે. ભારે બફારા પછી રાત્રે સુરતમાં જોરદાર વરસાદ પડ્યાનું કુશલ ઠક્કરે જણાવ્યું છે. access_time 11:51 pm IST

  • સાબરકાંઠા જિલ્લામાં આજે કોરોનાના ૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા:-હિંમતનગરમાં ચાર,ઇડરમાં બે,વડાલી અને તલોદમાં એક -એક કોરોના પોઝિટિવ કેસ :-જિલ્લામાં અત્યાર સુધીમાં ૯૨૩ પોઝિટિવ કેસ નોંધાયા access_time 7:23 pm IST

  • ફેસબુકના ભારતના વડા સુપ્રીમમાં દોડ્યા - કાલે સુનાવણી : દિલ્હી વિધાનસભા પેનલ દ્વારા પોતાની સમક્ષ જાજર થવા અંગેની નોટિસ સામે ફેઈસ બુકના ભારતના વડા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે, અને આ હુંકમ સામે સ્ટે માગ્યો છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજય કિશન કૌલની અધ્યક્ષતામાં ત્રણ જજોની બેન્ચ આવતીકાલે બુધવારે આ અંગે સુનાવણી કરશે. access_time 12:01 am IST