Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

છોટાઉદેપુરમાં દિવસભરના ઉકળાટ બાદ ભારે પવન સાથે ગાજવીજ વરસાદ : બોડેલીમાં પણ જોરદાર વરસાદ : દાહોદના ધાનપુરમાં ધોધમાર તૂટી પડ્યો

જીલ્લાના અન્ય વિસ્તારમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ

છોટાઉદેપુરમાં દિવસભરના ઉકળાટ બાદ ભારે વરસાદ પડ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે સાંબેલાધાર વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા

  . છોટાઉદેપુર ઉપરાંત બોડેલીમાં પણ જોરદાર વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત દાહોદ જીલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.

  દાહોદ જીલ્લાના ધાનપુરમા ધોધમાર વરસાદ વરસ્યો હતો. જીલ્લાના અન્ય વિસ્તારમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. લાંબા વિરામબાદ વરસાદ થતા ચોતરફ ઠંડક પ્રસરી હતી.

(11:38 pm IST)