Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

ડીસામાં હેલ્થ કચેરી અને પાલિકા દ્વારા સઘન ચેકીંગ: ૧૪૫ જેટલા એકમોમાં તપાસ: 12 હજારનો દંડ વસુલાયો

હોટલો, હોસ્પિટલો, ભંગારની દુકાનો, બાંધકામ સાઈડ, ટાયર પંચરની દુકાનો સહિત ૧૪૫ એકમોની તપાસ

ડીસામાં ચોમાસા દરમિયાન વાઇરલ અને પાણીજન્ય રોગોબાબતે અટકાયતી પગલાં રૂપે પાલિકા અને આરોગ્ય વિભાગ દ્વારા ૧૦ જેટલી ટિમો બનાવી સમગ્ર ડીસાના વિવિધ વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરી દંડ ફટકાર્યો હતો.

ડીસા શહેરમાં ચોમાસાની ઋતુને લઈ વાઇરલ તેમજ ડેન્ગ્યુ સહિતની બીમારીઓએ માથું ઊંચક્યું છે. જેને લઇને ડીસા નગરપાલિકા અને હેલ્થ કચેરી દ્વારા કુલ ૧૦ જેટલી ટિમો બનાવી સર્વેલન્સ અને પોરાનીં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેરની હોટલો, હોસ્પિટલો, ભંગારની દુકાનો, બાંધકામ સાઈડ, ટાયર પંચરની દુકાનો સહિત ૧૪૫ એકમોની તપાસ હાથ ધરી જે ૧૪૫ એકમોના ૪૧૭ પાણી ભરેલા પાત્રોમાંથી ૨૭ પાત્રોમાં પોરા અને મચ્છરની ઉત્પત્તિ સ્થાન જોવા મળેલ.જેથી કસુરવારોને સરકારના આદેશ અનુસાર નોટિસ અને ૧૨૦૦૦ નો દંડ કરવામાં આવ્યો હતો

(10:11 pm IST)