Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

પલસાણાના કરણ ગામે ટ્રક અડફેટે બાઇક્ સવારનું કરૂણમોત : ગ્રામજનો દ્વારા હાઈવે પર ચક્કાજામ

ચક્કાજામ કરતા હાઇવે પર બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી

સુરત જિલ્લાના પલસાણાના કરણ ગામે ટ્રક બાઇક વચ્ચેના અકસ્માતમાં બાઇક સવારનું ઘટના સ્થળે મોત થયુ હતુ. બાઇક સવારનું મોત થતા લોકોએ આક્રોશમાં આવીને હાઇવે બંધ કર્યો હતો.

   ગ્રામજનોએ હાઇવે પર ચક્કાજામ કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. હાઇવેજામ કરી દેતા વાહનોની બંને તરફ લાંબી લાઇન લાગી હતી.

નેશનલ હાઇવે પર પડેલા મસમોટા ખાડાને લઇ વારંવાર અકસ્માતો થતા રહે છે. જેને લઇને ગ્રામજનો રોષે ભરાયા હતા. જિલ્લા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

(9:44 pm IST)