Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

પહેલી તારીખથી ડિજિટલ સ્ટેમ્પિંગ વ્યવસ્થા અમલી

મુલ્યાંકન તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવાઈ

અમદાવાદ,તા.૨૨ : રાજ્ય સરકારે ગુજરાત સ્ટેમ્પ વેચાણના નિયમોમાં કરેલ સુધારા મુજબ આગામી તા. ૧લી ઓક્ટોબર, ૨૦૧૯થી સમગ્ર ગુજરાતમાં નોન જ્યુડિશિયલ ફીઝીકલ સ્ટેમ્પ પેપરનો ઉપયોગ અને વેચાણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ સંદર્ભે જાહેર જનતાને તેઓના અલગ-અલગ પ્રકારના લેખો ઉપર વાપરવામાં આવતાં જરૂરી સ્ટેમ્પ મેળવવામાં મુશ્કેલી કે અગવડતા ન પડે અને જરૂરી માહિતી અને જાણકારી મળી રહે તે માટે અમદાવાદ જિલ્લામાં પણ અમદાવાદના સ્ટેમ્પ ડયુટી મૂલ્યાંકનતંત્રએ વ્યવસ્થા કરી છે તેમ  સ્ટેમ્પ ડયુટી મૂલ્યાંકનતંત્રના   નાયબ કલેકટરની અખબારી યાદીમાં જણાવ્યું છે. આ અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ફીઝીકલ નોન-જયુડિશિયલ સ્ટેમ્પનું ૧/૧૦/૧૯થી વેચાણ બંધ થતાં જાહેર જનતાને તેઓના અલગ- અલગ પ્રકારના લેખો ઉપર વાપરવામાં આવતાં જરૂરી સ્ટેમ્પ મેળવવામાં મુશ્કેલી કે અગવડતા ન પડે તે માટે હાલમાં અમદાવાદમાં કુલ-૬૦ જેટલા ઇ-સ્ટેમ્પિંગ કેન્દ્રો તેમજ કુલ-૧૬૯ જેટલી બેંકોમાં ફ્રેન્કિંગ મશીનની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે.

(9:25 pm IST)