Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

સુરત ACBએ ની ઝડટમાં GST ક્લાર્ક માત્ર રૂ. રપ૦૦ રૂપરડી લેતા ઝડપાયો : ટીન નંબર માટે ડીપોઝીટની રકમ પરત માંગતા વેપારી પાસે રૂ. રપ૦૦માં મોઢું નાખ્‍યું અને ઝડપાયો

સુરત : સુરતમાં લાંચ લેતાં વધુ એક સરકારી અધિકારીને ACBએ ઝડપી પાડ્યો છે. ધંધો શરૂ કરવા માટે ચાર વર્ષ અગાઉ વેચાણવેરા ભવન ખાતે ફોર્મ ભરી ટીન નંબર મેળવી ડિપોઝિટ પેટે જમા કરાવેલા રૂ.45 હજાર પરત મેળવવા અરજી કરનાર યુવાનને ડિપોઝીટની રકમ પરત આપવા માટે વેચાણવેરાના અધિકારી એ રૂ.2500 ની લાંચ માંગી હતી. જોકે, યુવકની ફરિયાદના આદારે ACB ટ્રેપકરી આ અધિકારીને ઝડપી પડ્યો હતો.

ફરિયાદી યુવાને ચાર વર્ષ અગાઉ તેના મિત્ર સાથે કુડલી ઇમ્પેક્ષ કંપનીના નામે ધંધો શરૂ કરવા વેચાણવેરા ભવન ખાતે ફૉર્મ ભરી ટીન નંબર મેળવ્યો હતો, પરંતુ યુવાને કોઈ કારણોસકર ધંધો શરૂ કર્યો ન હતો અને ડિપોઝીટ પેટે રૂ.45 હજાર ભર્યા હતા તે પરત મેળવવા અરજી કરી હતી. અરજીની કાર્યવાહી કરી ડિપોઝીટની રકમ પરત કરવા માટે નાનપુરા વેચાણવેરા ભવન સ્થિત ગૂડ્સ એન્ડ સર્વિસ ટૅક્સ ઘટક-10 ના જૂનિયર ક્લાર્ક મુકેશકુમાર રમણલાલ પંડયાએ યુવાન પાસેથી રૂ. 2500ની લાંચની માગણી કરી હતી.

લાંચ આપવા નહીં માંગતા યુવાને આ અંગે ACBના ટૉલ ફ્રી નંબર પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. યુવાનની ફરિયાદના આધારે સુરત ACBએ ગતરોજ છટકું ગોઠવી મુકેશકુમાર પંડયાને કતારગામ વેડ રોડ નાની બહુચરાજી મંદિરની સામે ગાયત્રી ફૅશન ઍન્ડ બૅલ્ટ નામની દૂકાનની પાસેથી જાહેર રોડ ઉપર લાંચની રકમ રૂ.2500 સ્વીકારતાં રંગેહાથ ઝડપી લીધો હતો.

આ અંગે ACBએ પંડયા વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(4:05 pm IST)