Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

વડોદરા : પ્‍યાસીઓને જાણે કોઇનો ખોફ જ નથી હજુ તો રાજકોટના ફાર્મ હાઉસના દરોડાની તપાસ ચાલે છે ત્‍યાં વળી વડોદરામાં પ્‍યાસીઓની મહેફિલમાં પોલીસ વિલન બની : ૩પ નબીરાઓ દારૂના નશામાં ઝુમતા ઝડપાયા

વડોદરા :ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ઠેરઠેર દારૂની મહેફિલો યોજાતી રહે છે. પોલીસના નાક નીચે કાયદાનો છડેચોક ભંગ થઈ રહ્યો છે. ત્યારે વડોદરાના વાઘોડિયાના જરોદ પાસે મોડી રાતે દારૂની મહેફિલ ઝડપાઈ છે. જરોદ પાસેના જયદીપ ફાર્મ હાઉસમાં ચાલતી દારૂની મહેફિલમાં દારૂની છોળો ઉડાડતા 35 જેટલા નબીરા પકડાયા છે. વાઘોડિયા પોલીસે બાતમીને આધારે મહેફિલમાં રંગમા ભંગ પાડ્યો હતો. જેમાં 7 ફોર વ્હીલર, 4 મોટર સાઈકલ મળી કુલ 25. 47 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વાઘોડિયા પોલીસે રેડ પાડીને મહેફિલ શા માટે અને કોને રાખી હતી તે દિશામા તપાસ શરૂ કરી હતી. જેમાં માલૂમ પડ્યું કે, જયદીપ ફાર્મહાઉસ રજનીકાંત જયસ્વાલ નામના શખ્સનું છે.

દીપક ઉર્ફે વાઘો વિજયભાઇ જયસ્વાલ, પ્રિયાક જતીનભાઇ પટેલ, ધીરજ રમેશભાઇ પટેલ, ભરત ઘનશ્યામભાઇ પટેલ, ચંદ્રકાન્ત હેમંતભાઇ પરમાર, રવિસિંહ અજીતસિંહ પરમાર, કાળુભાઇ માનસિંગભાઇ રાઠોડ, નગીનભાઇ મોહનભાઇ ભાલીટા, કેયુરભાઇ વિનુભાઇ પટેલ, કિરણ રમેશભાઇ પટેલ, અમિત વરેચંદ્ર વણકર, આદિત્ય યોગેશભાઇ સોની, જલદીપ પ્રવિણભાઇ પટેલ, વિજય બલદેવભાઇ પટેલ, મેહુલ લવજીભાઇ ધામેલીયા, ભોગીલાલ બાબુભાઇ પટેલ, ધીરેન રમણભાઇ પટેલ, કૃણાલ જતીનભાઇ વટવા, મિલન અશોકભાઇ પાટીલ, ચિરાગ જયેન્દ્રભાઇ ટ્રેલર, વૈભવ અરવિંદભાઇ જોષી, હેમંત જયંતિભાઇ ભાવસાર, હેમંત રમેશકુમાર શર્મા, વિવેક બદ્રીપ્રસાદ ભાટીયા, તુષાર રમણભાઇ બ્રહ્મભટ્ટ, ગૌરાંગ રજનીકાંત ઠક્કર, જનકકુમાર જનજીવનભાઇ પટેલ, મીતુલ કનુભાઇ પટેલ, ભાવીન ઘનશ્યામભાઇ પટેલ, પ્રશાંતસેન સંતોષસેન સેન, અમિત સત્યનારાયણ સાપરે, સન્ની રાજુભાઇ પટેલ, ભરત ચંદુભાઇ પટેલ, મુકેશ કરશનભાઇ રોહીત, જીગ્નેશ જીતીનભાઇ પટેલ, રજનીકાંત અમૃતભાઇ જયસ્વાલ.

(3:11 pm IST)