Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

વડોદરમાં કૌટુંબીક વ્‍યવસ્‍થાને દાગ લગાડતો કિસ્‍સો સામે આવ્‍યોઃ દાદાના મૃત્‍યુ બાદ તેના બેંક એકાઉન્‍ટમાંથી બોગસ સહી દ્વારા પૌત્રએ લાખો રૂપિયા ઉપાડી લીધાઃ ફરીયાદ બાદ પૌત્રની ધરપકડ

વડોદરા: વડોદરામાં (Vadodara) સંબંધોને (relation) લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. પૌત્રએ ખોટી સહી કરીને મૃતક દાદાનાં બૅંક ખાતામાંથી લાખો રૂપિયા ઉપાડી લીધા. આ ઉપરાંત તેના પિતા એટલે મૃતકનાં પુત્રએ પિતાની ખોટું વસિયતનામું બનાવીને પોતાનાં નામે મિલકત લખી દીધી હતી. જેમાં પૌત્રની કારેલીબાગ પોલીસે ધરપકડ કરીને બે દિવસનાં રિમાન્ડ મેળવ્યાં છે.

આ મામલે મળતી વિસ્તૃત માહિતી પ્રમાણે અરવલ્લી જિલ્લાનાં મોડાસામાં રહેતા નૂરજહા શેખના પિતાની સહિયારી મિલકતો વડોદરામાં છે. જેમાં આઠ ભાઈ બહેનનો ભાગ છે. જેમાં નૂરજહાનાં ભાઈ ઈસ્માઈલ અબ્દુલ રહીમ શેખે પોતાના સાગરિતો સાથે મળીને પિતાની ખોટી સહી કરીને બનાવટી વસિયતનામું તૈયાર કર્યું હતુ. આ ખોટા વસિયતનામા પ્રમાણે સિટિ સર્વેની કચેરીમાંથી પોતાના ભાઈ બહેનોનાં નામ વારસદારો તરીકે કમી કરાવી દીધા હતા. ઈસ્માઈલે પોતાના એકલાનું નામ વારસદાર તરીકે રાખ્યું હતુ.

ઇસ્માઇલ પિતાનાં મૃત્યું પછી તેના પુત્ર તૌકીકની પિતાની ચેકમાં ખોટી સહીઓ કરીને પિતાનાં ખાતામાંથી 8.16 લાખ રૂપિયા ઉપાડી લીધા હતાં. જેમાં ઇસ્માઇલની ઘરપકડ પણ થઇ હતી. ગઇકાલે પોલીસે ઇસ્માઇલનાં પુત્ર તૈકિફ શેખની (રહે. કડુની પાગા સોદાગર જીમખાના પાસે, નવાબવાડા) ધરપકડ કરી હતી. પોલીસે ગુનાની તપાસ માટે આરોપીનાં બે દિવસનાં રિમાન્ડ મેળવ્યાં છે. મહત્વનું છે કે તૌકીફ પોતાના દાદા ફેબ્રુઆરી 2010માં મૃત્યું પામ્યાં હતાં. આ બાદ એપ્રિલ અને મે મહિનામાં ચેક પર દાદાની ખોટી સહી કરીને પોતાની લોન એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યાં હતાં.

(1:49 pm IST)