Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

અમદાવાદમાં કારે રિક્ષાને ટક્કર મારી રિક્ષાનો બુકડો બોલાવી દીધો : કારચાલક નશામાં હોવાની આશંકા : કાર ચાલકને હોસ્‍પિટલમાં ખસેડાયો

 અમદાવાદ : અમદાવાદ શહેરના ( Ahmedabad) દર્પણ છ રસ્તા (Darpan six Roads) પર કાર ચાલકે જોરદાર ટક્કર મારતાં (Acident) રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. રાહદારીઓએ ગંભીર રીતે ઘવાયેલા રિક્ષા ચાલકને 108 મારફતે હૉસ્પિટલ (Hospital) ખસેડ્યો હતો.

બનાવની વિગત એવી છે કે મોડી રાત્રે અમદાવાદ શહેરના હાર્દ સમા દર્પણ છ રસ્તા વિસ્તારમાંથી એક રિક્ષા પસાર થઈ રહી હતી તે વખતે એક કારે રિક્ષાને પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી. ધડાકાભેર અથડાયેલી કારે રિક્ષાનો કચ્ચરઘાણ કાઢી નાંખ્યો હતો. આ અકસ્માતમાં રિક્ષા ચાલકને ઇજા થઈ હતી જેથી સ્થાનિકોએ તેને તાત્કાલિક 108ને જાણ કરી હૉસ્પિટલ ખસેડ્યો હતો.

અકસ્માતને નજરે જોનારા લોકોએ જણાવ્યું હતું કે કાર ચાલક દારૂ પીધેલી હાલતમાં હતો જોકે, કાર ચાલક લોકોના ટોળાનો રોષ બને તે પહેલાં જ ફરાર થઈ ગયો હતો. અકસ્માતથી ઉશ્કેરાયલા રાહદારીઓએ કારના કાચ ફોડ્યા હતા. એક તરફ રાજ્યમાં નવો મોટર વ્હિકલ એક્ટ અમલમાં થવા જઈ રહ્યો છે તો બીજી તરફ અવારનવાર બેજવાબદાર ડ્રાઇવિંગનો ભોગ નિર્દોષો બને છે ત્યારે આવા કિસ્સામાં કડક કાર્યવાહી થાય તે અનિવાર્ય છે.

(12:51 pm IST)